ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન ફગાવાઈ
દ્વારકા બાલાપર ગામમાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરાયું
(એજન્સી)દ્વારકા, બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ સામે ફરી દાદાનું બુલડોઝર ફરી વળ્યું. દ્વારકા દબાણ દૂર ના કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ આજે નામદાર હાઈકોર્ટ દ્વારા આ તમામ અરજીઓ ફગાવામાં આવી હતી. તેથી દબાણ દૂર કરવાનો રસ્તો સાફ થયો હતો.
આથી દ્વારકામાં વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
द्वारका :
समुद्र किनारे जहाँ कोई रहता भी नहीं ऐसी जगहों पर पिछले कुछ समय से अवैध धार्मिक स्ट्रक्चर खड़े हो गए थे.
राष्ट्रीय सुरक्षा को ध्यान मैं रखते पिछले कुछ समय से गुजरात सरकारने अतिक्रमण के ख़िलाफ़ मुहिम उठाई है.
गैरकानूनी अवैध ऐसे स्ट्रक्चर पर बुलडोज़र चलाया जा रहा है.… pic.twitter.com/hN0czBIVY2
— Janak Dave (@dave_janak) February 4, 2025
બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.
વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા તેને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે દરિયા કિનારે કબ્રસ્તાનની જમીન પર કુલ ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા.