Western Times News

Gujarati News

ધડેચી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા નવ લોકો ફસાયા

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ-જૂનાગઢના માણાવદર તાલુકામાં ૧૦ ઇંચ જ્યારે વિસાવદરમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો

રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ ૪૪ ટકા થી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો

દ્વારકાના ધડેચી ગામમાં NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ – ફસાયેલા નવ લોકોને NDRF ની ટીમ દ્વારા રેસ્કયુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ૧૦ ઇંચ અને  વિસાવદર તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત  સુરત જિલ્લાના પલસાણા અને બારડોલી તાલુકામાં ૭ -૭ ઇંચ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ૭ ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૩ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૪ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ૬૬ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ ૫૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૪ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ૨૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

જયારે દ્વારકા, વાપી, ચિખલી, કામરેજ મળી કુલ ચાર તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપલેટા, પારડી, ખેરગામ, ઉમરગામ, રાણાવાવ, વલસાડ, ગીર ગઢડા, માંડવી, નવસારી મળીને કુલ નવ તાલુકામાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે સુરત શહેર, કોડીનાર, જૂનાગઢ, જૂનાગઢ શહેર, મુન્દ્રા, ધરમપુર, વંથલી, જલાલપોર, ઉમરપાડા મળીને કુલ નવ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે માંડવી (કચ્છ), માંગરોળ, મહુવા, અંકલેશ્વર, ગણદેવી, જામ જોધપુર, સુત્રાપાડા, વાલિયા, વાસંદા, વ્યારા મળીને કુલ ૧૦ તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ભાણવડ, શિહોર, ચુડા, ઉના, ડોલવણ, જામનગર, ચોર્યાસી, તલાલા, અબડાસા, તારાપુર, સોનગઢ, થાનગઢ, વઘઈ, સાગબારા, ભેસાણ, ખંભાત, નખત્રાણા મળીને કુલ ૧૭ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જયારે નાંદોદ, ડાંગ-આહવા, ભરૂચ, ઝગડીયા, ધારી, માંગરોળ, ભુજ, ખંભાલીયા, હાંસોટ, કરજણ, વાલોદ, નેત્રંગ, અને પાદરા તાલુકા મળીને કુલ ૧૩ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા, ઓલપાડ, ભાવનગર, અમરેલી, ખાંભા, બગાસરા, વાઘોડિયા, સંખેડા, અમોદ મળીને કુલ નવ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે  આંકલાવ, સુબીર, કુકાવાવ વાડિયા, કુકરમુંડા, પેટલાદ, બાબરા, ધંધુકા, વાગરા, ધ્રોલ, બોરસદ, જાફરાબાદ, રાજુલા, ડભોઇ, વડોદરા, જંબુસર, લાઠી, તિલકવાડા, દાંતીવાડા, ગરુડેશ્વર અને સિદ્ધપુર મળીને કુલ ૨૧ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.