Western Times News

Gujarati News

દ્વારકા મંદિરમાં ધામધૂમથી થઈ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

(જૂઓ વિડીયો) દ્વારકાધીશ ને ખાસ કેસરિયા વસ્ત્રો-રત્નજડિત આભૂષણ ચઢાવાયા -દ્વારકા મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું

દ્વારકા, ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે તમામ ધાર્મિક સ્થાનો તથા વિવિધ સ્થળો ઉપર કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ રાત્રિ સુધી તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.

જગતમંદિર દ્વારકામાં કૃષ્ણજન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાયો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં જાેડાયા હતા.

કૃષ્ણજન્મને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાયા હતા.

સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પણ કાળિયા ઠાકરને અર્પણ કરાયા.  વસ્ત્રનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીને લઈ કાળીયા ઠાકોરના વસ્ત્રો પર રત્નો જડિત આભૂષણો ચઢાવાયા. સોના અને ચાંદીના તાર દ્વારા એમરોડરી વર્ક કરાયેલા વસ્ત્રો અર્પણ કરાયા હતા.

આ વસ્ત્રનું વર્ક વૃંદાવન, કલકત્તા, સુરત અને રાજકોટ વગેરે શહેરોમાં તૈયાર થયા છે. દ્વારકામાં ઠાકોરજીના સ્વરૂપ મુજબ અંતિમ ફિનિશિંગ વર્ક કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશના વસ્ત્રોમાં અંતિમ ફિનિશિંગ વર્ક દ્વારકાના સ્થાનિક સેવકો દ્વારા કરાયુ છે. મહત્વનું છે કે, ભગવાન દ્વારકાધીશ ને ખાસ કેસરિયા વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.