Western Times News

Gujarati News

દ્વારકાની હોટલના નામે નકલી બુકીંગ કરી શ્રધ્ધાળુઓ સાથે ઠગાઈ

દ્વારકાની હોટેલનાં નામે ભેજાબાજની અનેક શ્રધ્ધાળુઓ સાથે ઠગાઈ

દ્વારકા, ખંભાળીયા દ્વારકામાં આવેલી એક હોટલની વેબસાઈટ જેવી જ ભળતી વેબસાઈટ બનાવી કોઈ ભેજાબાજ ઈસમે બહારથી આવતા યાત્રાળુઓ પાસે બુકીગમાં નામે ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી. ચારેક મહીના સુધી પોતાનો કરતબ યથાવત રાખ્યો હતો. છેતરપીડીનો ભોગ બનેલા યાત્રાળુઓએ દ્વારકા આવ્યા બાદ હોટલ સંચાલકને રજુઆત કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકા શહેરમાં જોધાભા માણેક રોડ પર વસવાટ કરતા અને શ્રીદર્શન નામની હોટલ ચલાવતા મુકેશભાઈ ડાયાલાલ ધધડા નામના આસામીએઅ દેવભુમી દ્વારકા જીલ્લાના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોધાવી છે.

જે ફરીયાદમાં જણાવ્યા અનુસાર તેઓની હોટલની વેબસાઈટ ઈન્ટરનેટ પર મુકવામાં આવેલી છે. તે વેબસાઈટ જેવી જ ભળતી સાઈટ કોઈ ઈસમે વાયરલ કર્યા બાદ જુલાઈ માસથી તાજેતરર સુધીમાં રાજય તથા દેશભરમાંથી આવતા યાત્રીકો સાથે છેતરપિડી કરી છે.

અને હોટલના નામની ભળતી વેબસાઈટ પર પોતાના ફોન નંબર મુકુયા બાદ અલગ અલગ યાત્રાળુઓ સાથે હોટલ બુકીગના બહાને ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જયારે યાત્રાળુઓ દ્વારકા આવ્યા બાદ તેઓની સાથે છેતરપિડી થયાનો જાણ થઈ હતી. આ અંગે હોટલના સંચાલકને વિગતો અપાયા બાદ ગઈકાલે મુકેશભાઈએ વિધીવત ફરીયાદ નોધાવી છે. પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.