દ્વારકાના દરિયાકાંઠેથી રૂ.૧૧.૮૪ કરોડનું ચરસ ઝડપાયું
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયા અને પેડલરોને ઝડપી લેવા નેટવર્ક ઉભું કરવું આવ્યું છે.બીજી તરફ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી દરિયાકાંઠા વિસ્તારમાંથી નશીલા દ્રવ્યોનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન દ્વારકા તાલુકાના મોજપ દરિયાકાંઠેથી ૨૩.૬૩ કિલો ચરસ મળ્યું હતું. ચરસના ૨૧ પેકેટોની કિંમત અંદાજીત ૧૧.૮૪ કરોડ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકા તાલુકાના દરિયાકાંઠેથી ફરી એક વખત કરોડો રૂપિયાનું બિન વારસી ચરસ મળી આવ્યું છે. દ્વારકા તાલુકાના મોજપ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ પોલીસને મળી આવ્યું છે. મોજપ દરિયા કિનારેથી પોલીસને ૨૩.૬૩ કિલો ચરસ મળી આવ્યું છે. દરિયાકિનારેથી પોલીસને ચરસના ૨૧ પેકેટ મળી આવ્યા છે અને તેમાં ૨૩.૬૩ કિલો ચરસનો જથ્થો હતો.
હાલમાં તેની કિંમત બજારમાં ૧૧.૮૪ કરોડ રૂપિયા હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે ચરસનો જથ્થો જપ્ત કરીને ગુનો નોંધવાની કવાયતશરૂ કરી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
ઈન્ડિયન કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
(એજન્સી)પોરબંદર, મધદરિયે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હોવાના વીડિયો સામે આવ્યા છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આ દિલધડક રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.
મધ દરિયે એમટી ઝીલ જહાજમાં એક વ્યક્તિ બેભાન થયો હતો અને જે અંગે કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતુ. એક બાસ્કેટમાં દર્દીને શિફ્ટ કરવામાં આવ્યો હતો. જે બાસ્કેટને એર લિફ્ટ કરવામાં આવ્યું હતું. આ રીતે બહોશ દર્દીને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આમ એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનના વીડિયો સામે આવ્યા છે.