અરવલ્લી- DYSP પરમારે બે ઠેકાણે દેશી દારૂની ભઠ્ઠીઓ નાશ કરી
પોલીસકર્મીઓની બુટલેગરો સાથેની ભાઈબંધીની અભેદ્ય દીવાલ તોડી શકશે…..??
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ અને પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓની બુટલેગરો સાથેની ભાઈબંધીની વાત જાણીતી છે સ્થાનિક પોલીસતંત્રની મીલીભગતથી રાજકીય આકાઓના છુપા આશીર્વાદથી રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને અનૈતિક પ્રવૃતિઓએ માજા મૂકી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પ્રોબેશનલ ડીવાયએસપી ઈશ્વર પરમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ચાર્જ સાંભળતાની સાથે સોશ્યલ મીડિયામાં પત્રિકાના સહારે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂ,જુગાર કે ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો તેના વિષે તેમના પર્સનલ મોબાઈલ નંબર જાહેર કરી તેના પર સીધી જાણ કરવા અપીલ કરવામાં આવી હતી
તદઉપરાંત મોડાસા તાલુકાના દેશી દારૂના ગૃહ ઉદ્યોગ તરીકે જાણીતા અને મહિલા બુટલેગરો દ્વારા સંચાલિત કુખ્યાત છારા નગરમાં ત્રાટકી દેશી દારૂ બનાવની ભઠ્ઠીઓ નાશ કરી દીધી હતી અન્ય બોડી ગામ જોડે દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રોબેશન ડીવાયએસપીએ ઈશ્વર પરમારે છારાનગરમાં દારૂની ભઠ્ઠીઓ ચલાવતા અને દારૂ ગાળવાની પ્રક્રિયા કરતા બુટલેગરો અને દારૂનો જથ્થો સપ્લાય કરતી મહિલાઓ સંચાલિત દેશી દારૂની ના વેપેલાનાં ચક્રને તોડી નાખવા રેડ કરી હતી પરંતુ પોલીસ પહોંચે તે પહેલા દારૂની ભઠ્ઠીઓ પરથી બુટલેગરો અને મહિલાઓ દ્વારા ઘરમાં સંગ્રહ કરતા હજ્જારો લીટર દેશી દારૂનો જથ્થો પગ કરી જતા પ્રોબેશનલ ડીવાયએસપી ઈશ્વર પરમારે દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી નાખી દૂર કરી દેશી દારૂ બનાવવાનો વોશ અને સામગ્રી કબ્જે લઈ કાર્યવાહી કરી હતી
બોડી નજીક પણ પોલીસરેડ પહેલા બુટલેરો હવામાં ઓગળી જતા પોલીસ કરતા બુટલેગરો હોશિયાર સાબિત થયા હતા પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર પ્રોબેશનલ ડીવાયએસપી ઈશ્વર પરમારે બુટલેગરો પર તવાઈ બોલાવે તે પહેલા જ તેમના સુધી રેડની ગુપ્ત માહિતી પહોંચી જતા બુટલેગરો પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યા હતા ત્યારે ડીવાયએસપી ઈશ્વર પરમારે પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓ ની બુટલેગરો સાથેની ભાઈબંધી સાથેની અભેદ્ય દીવાલ તોડવામાં સફળ રહેશે કે નહિ તે … તેની ચર્ચા જોરશોર થી ચાલી રહી છે
બુટલેગરોને છુપા આશીર્વાદ આપનાર મોટા અધિકારીઓ અને રાજકીય નેતાઓના દબાણ સામે ઝૂકી જશે dysp પરમાર અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાની અનેક બૂમો ઉઠી રહી બુટલેગરોએ રૂપિયાની રેલમછેલ કરી
ગાંધીનગર બેઠેલા કેટલાક પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, રાજકીય નેતાઓ તેમજ સ્થાનિક અધિકારીઓ, પોલીસકર્મીઓ અને રાજકીય પદાધિકારીઓને ખિસ્સામાં લઇ ફરી રહ્યા હોય તેમ બિન્દાસ્ત દારૂ ઠાલવી રહ્યા છે ત્યારે ડીવાયએસપી પરમારે બુટલેગરો પર તવાઈ બોલાવતા ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકીય નેતાઓને પેટમાં ચૂક ચાલુ થઇ જતા ડીવાયએસપી પરમાર પર તેમની કામગીરી સામે એનકેન પ્રકારે દબાણ લાવવાનું શરુ થઈ જશે ત્યારે જોવું રહ્યું કે આવા દબાણ સામે ઝૂકી જશે તો નહીંની ચર્ચાએ પણ જોર પકડ્યું છે