Western Times News

Gujarati News

DYSP ભરત બસીયાએ હત્યારા બુટલેગર સુકા ડુંડને ઝડપી પાડવા કોમ્બીંગ હાથધર્યું

અરવલ્લી  જીલ્લા પોલીસવડા સંજય ખારાતના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભરત બસીયા,એલસીબી,એસઓજી,પેરોલ ફર્લો અને ભિલોડા પોલીસે અપહરણ વીથ મર્ડરના ગુન્હામાં સામેલ નામચીન બુટલેગર સુકા ડુંડ અને તેના સાગરીતોને ઝડપી પાડવા અનેક જગ્યાએ રેડ કરવાની સાથે ડોડીસરા અને સમગ્ર વિસ્તારમાં અનેકવાર દિવસે અને રાત્રીના સમયે કોમ્બિંગ હાથધર્યું છે
બાતમીદારો સક્રિય કરવાની સાથે ટેકનિકલ સર્વેલન્સ પણ સતત થઇ રહ્યું છે રાજસ્થાન સહીત સંભવીત સ્થળોએ પણ તપાસ ચાલી રહી છે તેમ છતાં સૂકો ડુંડ પકડથી દૂર છે ડીવાયએસપી ભરત બસીયાએ તેમની ટીમ અને ભિલોડા પોલીસ સાથે રવિવારે રાત્રે વધુ એક વાર સુકા ડુંડના ઘરે અને ડોડીસરા વિસ્તારમાં કોમ્બિંગ હાથધરાતા સૂકો ડુંડના ભાઈ બાબુ ડુંડના ખેતરમાંથી ૨.૨૦ લાખનો દારૂ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

ડીવાયએસપી ભરત બસીયા અને ભિલોડા પીઆઈ મનીષ વસાવા તેમની ટીમ સાથે રવિવારે રાત્રે કુખ્યાત હત્યારા બુટલેગર સુકા ડુંડને ઝડપી પાડવા કોમ્બિંગ હાથધર્યું હતું કોમ્બિંગ દરમિયાન પોલીસને સુકા ડુંડના ભાઈ બાબુ વકસી ડુંડના ખેતરમાં આવેલી ઓરડીમાં રાકેશ ઉર્ફે કાળીયો બાબુ ડુંડ,મણીલાલ ઉર્ફે કાળું ચીમન નિનામા અને વનરાજ નામના બુટલેગરોએ મોટા પ્રમાણમાં દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી વાળા ખેતરમાં ત્રાટકી ઓરડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ-૬૭૭ કીં.રૂ.૨૨૦૭૪૩/- જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ડીવાયએસપી ભરત બસીયા ભિલોડા પંથકમાં ધામા નાખી સુકા ડુંડ અને તેના સાગરીતોની શાન ઠેકાણે લાવવા શખ્ત કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે સૂકો ડુંડ ક્યારે પકડાશે હાલ તો કુખ્યાત હત્યારા બુટલેગર સુકા ડૂંડે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને ચેલન્જ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યો છે સૂકો ડુંડ ભિલોડા અને ડોડીસરા પંથકની આજુબાજુ જ નાસતો-ફરતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.