DYSP ભરત બાસિયાએ રતનપુર ચેકપોસ્ટ પાસે ટ્રકમાંથી ૧૨.૩૯ લાખનો દારૂ ઝડપ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રાજ્યમાં વિધાસભાની આઠ બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે ત્યારે સોમવારે મતદાનના ગણતરીના કલાકો પહેલા અરવલ્લી ડીવાયએસપી ભરત બસિયા અને શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રામજી નામના બુટલેગરે મંગાવેલ ૧૨.૩૯ લાખનો વિદેશી દારૂ ટર્બો ટ્રકમાંથી ઝડપી પાડી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ડીવાયએસપી ભરત બાસિયાએ રામજી નામના બુટલેગરની ઓળખ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી ડીવાયએસપી ભરત બસીયા શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાજસ્થાની યુવકની હત્યા થતા સ્થળ તપાસ કરી હત્યારાઓને ઝડપી પાડવા કામગીરી દરમિયાન રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા આઈશર ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં લાકડાના વેર ભરેલ પ્લાસ્ટીક થેલીઓના કટ્ટાની આડમાં સંતાડીને ઘુસાડાતો ગેરકાયદેસર વિદેશી દારૂ-બિયર પેટી નંગ-૨૪૭ કુલ બોટલ-ટીન નંગ -૭૧૬૪ કીં.રૂ.૧૨૩૯૧૨૦ /- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક છગનસિંહ કેસરસિંહ ચૌહાણ અને ક્લીનર પ્રકાશ ગોકુલજી પ્રજાપતિ (બંને,રહે ,રાજસ્થાન) ની ધરપકડ કરી મોબાઈલ, ટ્રક મળી કુલ.રૂ.૨૦૪૦૬૨૦ /- નો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂ મંગાવનાર રામજી નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા