Western Times News

Gujarati News

e-કાઉન્સેલિંગ દ્વારા સંબંધોને તૂટતા અટકાવાનો પ્રયાસ

Files Photo

રાજકોટ: રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઘરેલુ પ્રશ્નો લઇ ને આવતા અરજદારનો લગ્ન સંસાર તુટે નહીં અને તેમના બાળકો મા-બાપ વગરના ન થાય તેમજ તેમનો પરિવાર રૂપી માળો વિખેરાય નહીં તે માટે બન્ને પક્ષોનું વ્યવસ્થીત, યોગ્ય કાઉન્સેલીંગ કરી ઘરેલુ પ્રશ્નોનો હલ લાવી બન્ને પક્ષોનું સમાધાન કરાવવાના ઉમદા હેતુથી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ કામગીરી કરે છે. હાલમાં કોરોના વાયરસ જેવી મહામારીને ધ્યાનમાં લઇ કોરોના સંક્રમણ વધતું અટકાવી શકાય તે માટે ઓનલાઇન કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

અરજદારોએ તેમના ઘરેલુ પ્રશ્ન બાબતે મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હોય જેમા અરજદારના તમામ પ્રશ્નોનું નિવારણ પણ લાવી શકાય તેમજ અરજદારનું પુનઃસ્થાપન થઇ શકે તેવા હેતુથી અરજદાર રાજકોટ મુકામે રહેતા હોય અને તેમના સામાવાળા પક્ષ (સાસરીયા પક્ષ) બહારગામ રહેતા હોય તેવી પરીસ્થિતીમાં તેમજ હાલ કોરોના કાળ દરમ્યાન સામાવાળા બહારગામથી મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી શકે તેમ ન હોય

અરજદારના પ્રશ્નોનુ ઘર બેઠા ઉકેલ આવી શકે અને કોરોના જેવી ભયંકર બીમારીથી બચી શકે તે માટે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઓનલાઇન કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરી ઓનલાઇન ઝૂમ એપ્લીકેશન દ્વારા અરજદારને તથા તેમના સામાવાળા પક્ષો (સાસરીયા પક્ષ) નું પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટેશન બેઇઝ્‌ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરોને સાથે રાખી ઓનલાઇન કાઉન્સેલીંગ કરવામાં આવે છે,

જેમા બન્ને પક્ષો વચ્ચે સકારાત્મક પરિણામ લાવી શકાયેલ છે. આમ અરજદારના પ્રશ્નોનુ સંતોષકારક નિવારણ ઘર બેઠા તાત્કાલીક લાવી શકાશે અને આ રીતે કોરોના સંક્રમણ વધતુ પણ અટકાવી શકાય તે માટેનો નવતર પ્રયોગ કરી રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનની ટીમ સફળ રહેલ છે. મહત્વનું છે કે કોરોના કાળ માં વધુ લોકો એકઠા નો થાય અને કોરોનાને ફેલાતો અટકાવી શકાય તેને ધ્યાનમાં રાખી ખાસ ઓનલાઈન કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.