ટ્રાફિક વિનાના પોઈન્ટ પર સવારે સિગ્નલો ચાલુ રાખી ઈ-મેમો અપાય છે
પોલીસ ઈ-મેમો રદ કરવાની રજુઆત પણ ધ્યાનમાં લેતી નથી, શહેરના અનેક ટ્રાફીક સિગ્નલો પર વાહનચાલકો વિના કારણે દંડાય છે
(એજન્સી)અમદાવાદ, શહેરમાં લાખો વાહનચાલકોના કરોડો રૂપિયાના ઈ-મેમોનો દંડ ભરવાનો બાકી છે. અને ટ્રાફીક પોલીસને ટાર્ગેટ મુજબના ઈ-ચલણના દંડ વસુલવામાં સફળતા મળતી નથી. તો વાહનચાલકોમાં એવી પણ રોષની લાગણી છે. કે ટ્રાફીક પોલીસ શહેરના કેટલાંક ચાર રસ્તા પર સવારે છ વાગ્યાથી જ સીગ્નલ ચાલુ કરી દેતા હોય છે.
આ સમયે ચાર રસ્તા પર માત્ર એકલ દોકલ વાહન હોવાથી વાહનચાલકો સિગ્નલ ચાલુ હોવા છતાંય રસ્તો ક્રોસકરે ે. જેમાં તેમને ઈ-મેમો આપવામાં આવે છે. જેથી વાહનચાલકોમાં રોષ છે. અને ટ્રાફીક વિનાના પોઈન્ટ પર સીગ્નલ ન ચાલુ કરવા માટે માંગણી કરી છે.
શહેરના શ્યામલ ચાર રસ્તા શીવરંજની ચાર રસ્તા તેમજ અન્ય ઘણા ટ્રાફીક પોઈન્ટ પર ઓછા વાહનો પસાર થતા હોય છે. જેની સામે ટ્રાફીક સીગ્નલ ૧૦૦ સેકન્ડથી વધારેનો સમયે કોઈ ખાસ વાહન વ્યવહાર ન હોવાને કારણે મોટાભાગના વાહનચાલકો રસ્તો ઓળંગીને આગળ વધે છે.
તેવા સમયે કેમેરામાં તેમના ઈ-મેમો બનાવી દેવામાં આવે છે. આ પ્રકારની મુશ્કેલી અનેક વાહનચાલકો પ્રતીદીન અનુભવતા હોય છે. એટલું જ જયારે વાહનચાલકો યોગ્ય કારણ આપીને ઈ-મેમો રદ કરવામાં માટે જતા હોય છે. ત્યારે પોલીસ અધિકારીઓ ટ્રાફીકના નિયમો ફરજીયાત હોવાનું કારણ દર્શાવીને દંડ વસુલે છે.
જે ટ્રાફીક પોઈન્ટ પર સવારે વાહનોની સંખ્યા ખુબ મર્યાદીત હોય ત્યારે ટ્રાફીક સીગ્નલ વહેલી સવારે શરૂ કરવામાં ન આવે. જે સ્થળે શરૂ કરવામાં આવે છે. ત્યારે રેડ લાઈટનો સમય ઘટાડવામાં આવે.જેથી મુશ્કેલી ન પડે.
સેટેલાઈટમાં રહેતા રોનક શાહે જણાવ્યું કે તે સવારે સાડા છ વાગે શ્યામલ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. ત્યારે કોઈ વાહન રસ્તા પર નહોતા અને જેથી કાર વલઈને પસાર થઈ ગયા હતા. જેમાં તેમને રૂપિયા એક હજારનો દંડ ભરવા માટે ઈ-મેમો આવ્યો છે. જે ગેરવ્યાજબી છે. અને સવારે ટ્રાફીક ન હોય તો પણ દંડ વસુલીને પરેશાન કરવામાં આવે છે.