ઈ-શ્રમકાર્ડઃ અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન આગળ
ઈજનેર અને એસ્ટેટ ખાતાની કામગીરી સાવ નબળી પુરવાર: સૌથી સારી કામગીરી યુસીડી અને મ્યુનિ.હેલ્થ વિભાગ તથા સ્કૂલબોર્ડ દ્વારા કરાઈ
(એજન્સી)અમદાવાદ, રાજયના તમામ નાનામોટા શહેરો અઅને જીલ્લાઓની સરખામણીએ અમદાવાદ મ્યુિીન. ને ૧,૩૬,પ૦૦ ઈ-શ્રમકાર્ડ નોધણીનો સૌથી વધુ લક્ષ્યાંક આપવામાં આવ્યો હોવા છતાં મ્યુનિ.એ લક્ષ્યાંક કરતા વવધુ ૧,પ૧,પપ૬ કાર્ડની નોધણી કરીને રંગ રાખ્યો છે.
કેન્દ્ર સરકારના આદેશથી રાજય સરકારે તમામ મહાનગરપાલિકા નગરપાલિકા અને જીલ્લા વહીવટીતંત્રોને કુલ ૧૦ લાખ જેટલા ઈ-શ્રમકાર્ડ ૧૦૦ દિવસમાં નોધણી કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં અમદાવાદ મ્યુનિ.એ ૧૦૦ દિવસમાં જ મહેનત કરીને લક્ષ્યાંક પાર પાડયો હતો.
ત્યારબાદ ઉપરથી આવેલી સુચનાને પગલે રાજય સરકારના મુખ્ય સચીવે ફરી તમામને બીજા લાખો ઈ-શ્રમકાર્ડની નોધણીની ટાગેટ આપ્યો હતો. જેમાં અમદાવાદ મ્યુનિ.એ. ચાર લાખમાંથી ૧.૪૦ લાખ એટલે કે ૩પ-૩૬ ટકા લક્ષ્યાંક તો ૩૧ મી માર્ચ સુધીમાં હાંસલ કરી બતાવ્યો છે.
ઈ-શ્રમકાર્ડની નોધણી માટેમ્યુનિ. ના યુસીડી, સોલીડ, વેસ્ટ, સ્કૂલબોર્ડ આઈસીડીએસ કાંકરીયા લેકફ્રન્ટ, તમામ હોસ્પિટલો અને હેલ્થ વિભાગ સેન્ટ્રલ વર્કશોપ, બગીચા ખાતુ બીઆરટીએસ એએમટીએસ ઉપરાંત તમામ ઈજનેર અને એસ્ટેટ અધિકારીઓને જુદા જુદા લક્ષ્યાંક આપવામાં આવ્યા હતા. E-Shramkard: Ahmedabad Municipality compared to other cities. Corporation further
જેમાં સૌથી મોટો પ૦ હજારનો લક્ષ્યાંક સ્કુલબોર્ડને આપવામાં આવ્યો હતો. જયારે યુસીડી, સોલીડ વેસ્ટ, આઈસીડીએસને ર૦ હજાર, હેલ્થ ખાતાને ૧૦ હજાર અને હાઉસીગ પ્રોજેકટને ૧૦ હજાર નોધણીનો લક્ષ્યાંક અપાયોહતો. અન્ય વિભાગો અને ઝોનને પાંચ હજાર નોધણીની જવાબદારી સોપાઈ હતી.
જાેકે આ કામગીરીમાં યુસીડી વિભાગ, સ્કૂલબોર્ઢ, આઈસીડીીએસ અને હેલ્થ ખાતાએ જ નોધપાત્ર કામગીરી કરી બતાવી હતી. આ કામગીરી સોપાતા જ મ્યુનિના. તમામ કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ હતી, તેમ છતાં દરેકે ઓછાવત્તા પ્રમાણમાં ઈ-શ્રમકાર્ડ નોધણી કરી જ છે કે ઈ-શ્રમકાર્ડ નોધણીમાં સૌથી વધુ ફાળો ઈજનેર અને એસ્ટેટ વિભાગગ આપી શકયા હોત,
પરંતુ ઈજનેર પ્રોજેકટ અને ઝોન દ્વારા સાવ નબળી કામગીરી કરવામાં આવી છે. એસ્ટેટ ખાતુ પણ બિલ્ડરોને ત્યાં કામ કરતાં શ્રમજીવીીઓ અને રોડ પર લારીગલ્લા ઉભા રાખતાં ધંધાર્થીઓની નોધણી કરી શકયું હોત પરંતુ તેમ થયું નથી.