Western Times News

Gujarati News

તમાકુ અને આલ્કોહોલનું સેવન કરતાં હોવ તો છોડી દેજોઃ આવું કેન્સર થઈ શકે છે

વહેલું નિદાન અને સારવાર ઓરોફેરિન્જલ કેન્સરને મટાડવામાં અસરકારક

શરીરમાં ગળાની ભૂમિકા પ્રવાહી, ખોરાક અને હવાની અવર-જવરના માર્ગને સરળ બનાવવાની છે. આપણામાંના મોટા ભાગના લોકો ગળા વિશે વધારે વિચારતા નથી જ્યાં સુધી કે તે દુખે નહી અથવા ખૂબ શુષ્ક ન લાગે, ખાસ કરીને જ્યારે ખોરાક ગળતી વખત દુખાવો ન થાય. Early diagnosis and treatment are effective in curing oropharyngeal cancer

આવું ત્યારે થાય છે જ્યારે આપણે આપણા ગળાની સમસ્યા દૂર કરવા માટે અન્યત્ર ઉપાયો શોધીએ છીએ. એવી ઘણી સમસ્યાઓ છે જે આપણા ગળાને નુકાન પહોંચાડી શકે છે, તેમાંની એક છે ઓરોફેરિન્જિયલ કેન્સર.

ઓરોફેરિન્જિયલ કેન્સર એ માથા અને ગરદનના કેન્સરનું એક સ્વરૂપ છે જેમાં કેન્સરના કોષો ઓરોફેરિન્ક્સમાં જોવા મળે છે, જે મોંની પાછળના ભાગમાં ગળાનો એક ભાગ છે. ઓરોફેરિન્જિયલ કેન્સરના અસંખ્ય પ્રકારો છે. મોટા ભાગના સ્ક્વામોસ સેલ કાર્સિનોમાસ છે, જેને HPV ટેસ્ટિંગના આધારે બે પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે.

લક્ષણો
ઓરોફેરિન્જિયલ મેલીગ્નેન્સી એના તબક્કાવાર ઘણા બધા લક્ષણો છે. પ્રથમ સંકેત સામાન્ય રીતે ગરદનમાં એક ગાંઠ છે. અન્ય લક્ષણો અને સંકેતો આ મુજબ હોઈ શકે છે

• ગરદનમાં ગઠ્ઠો
• ગળતી વખતે મુશ્કેલી અથવા દુખાવો
• ગળામાં કર્કશ
• ગળાના પાછળના ભાગમાં ગાંઠ અથવા પરું
• કાનમાં દુખાવો

કારણો
ઓરોફેરિંજિયલ કેન્સર થવાની શક્યતાઓ વધારતા પરિબળોમાં ભૂતકાળમાં ધૂમ્રપાન, મોટા પ્રમાણમાં આલ્કોહોલનું સેવન, માથા અને ગરદનના કેન્સરનો ઇતિહાસ, માથા અને ગરદનમાં રેડિયેશન થેરાપીની હિસ્ટ્રી અથવા જો વ્યક્તિને હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી)નું ચેપ સંક્રમણ તો પણ થઇ શકે છે. ), ખાસ કરીને ટાઇપ-16 ની બિમારી હોય તો આ રોગ લાગુ થઇ શકે છે..

ઓરોફેરિંજલ કેન્સરની પ્રારંભિક તપાસ
ઓરલ ક્રેવિટી અને ઓરોફેરિંજિયલ કેન્સર માટે, કોઈ નિયમિત સ્ક્રિનિંગ ટેસ્ટ અથવા પ્રોગ્રામ નથી. તેમ છતાં, ડેન્ટિટ, ડૉક્ટર, ડેન્ટલ હાઇજિનિસ્ટ અથવા સ્વ-પરીક્ષા દ્વારા કરવામાં આવતી નિયમિત મૌખિક તપાસ દરમિયાન શરીરના આ

અંગોમાં ઘણુ વહેલા પ્રી-કેન્સર અને કેન્સર શોધી શકાય છે.
• સ્વ-તપાસ : કેટલાંક ડેન્ટિસ્ટ અને ડોકટરો ભલામણ કરે છે કે તમે સફેદ ધબ્બા, અલ્સર અથવા ગાંઠ જેવા ફેરફારો માટે મહિનામાં એકવાર તમારા ચહેરાને અરીસામાં તપાસો. જો તમે તમાકુનું સેવન કરો છો અથવા જો તમે નિયમિત ધોરણે આલ્કોહોલનું સેવન કરો છો તો આ બાબત અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તમને કેટલાંક જીવલેણ રોગો થવાનું જોખમ

નોંધપાત્ર રીતે વધે છે.
● નિયમિત ડેન્ટલ ચેક-અપ : નિયમિત ડેન્ટલ ટેસ્ટિંગ જેમાં સમગ્ર મોંની તપાસ સામેલ હોય છે તે મોઢાના અને ઓરોફેરિંજિયલ કેન્સરને વહેલા શોધવા માટે મહત્વપૂર્ણ છે.

● ખાસ રંગો અથવા લાઇટનો ઉપયોગ : મોં અને ગળાની ક્લિનિકલ તપાસ ઉપરાંત, અમુક ડેન્ટિસ્ટ અને ડૉક્ટરો અસામાન્ય જગ્યાઓને જોવા માટે ખાસ રંગો અથવા લાઇટનો ઉપયોગ કરી શકે છે, ખાસ કરીને જો તમને આવા કેન્સરનું જોખમ વધારે હોય તો. એક પદ્ધતિમાં ટોલુઇડિન બ્લુ નામના કલરનો ઉપયોગ કરાય છે. જો આ કલર અસામાન્ય સ્થાન પર પાડવામાં આવે તો, તેની આજુબાજુની જગ્યા ઘાટા વાદળી થઈ જશે. બીજી પદ્ધતિ ફ્લોરોસન્ટ લાઇટનો ઉપયોગ કરવાની છે. રોગગ્રસ્ત માંસપેશીઓ માંથી પ્રતિબિંબિત પ્રકાશ સામાન્ય માંસપેશીઓમાંથી પ્રતિબિંબિત પ્રકાશથી અલગ દેખાય છે.

● એક્સ્ફોલિએટેડ સાયટોલોજી : જો કોઈ અસાધારણ ભાગ દેખાઇ આવે, તો તેનું નિરિક્ષણ એક્સ્ફોલિએટિવ સાયટોલોજીનો ઉપયોગ કરીને થઈ શકે છે. કડક બ્રશનો ઉપયોગ કરીને અસામાન્ય જગ્યા એ ચેકો મારીને ચીરવામાં આવે છે જેને બ્રશ બાયોપ્સી કહેવામાં આવે છે. આ ચીરવામાં આવેલી જગ્યાના કોષોને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે જેથી જાણી શકાય કે તેમાં પ્રી-કેન્સર કે કેન્સરના સેલ્સ શામેલ છે કે નહીં.

સારવાર
ઓરોફેરિંજિયલ કેન્સરની સારવાર વિવિધ પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે, પરંતુ તે આટલા સુધી મર્યાદિત નથી: કેન્સરનો પ્રકાર, ગાંઠનું કદ અને સ્થાન, લિમ્ફ નોડ્સ, અવાજ અને ગળી જવાની કામગીરી અને દર્દીની એકંદર મેડિકલ સ્થિતિ. સારવારના વિકલ્પોમાં નહિવત્ત ઇનવેસિવ રોબોટિક સર્જરી અને નેક ડિસેક્શન, રેડિયેશન અને કિમોથેરાપીનો સમાવેશ થાય છે.

શુરૂઆતના તબક્કાના ઓરોફેરિન્જિયલ કેન્સર માટે, મુખ્ય સારવારના વિકલ્પો કેન્સર અને ગરદનના લિમ્ફ નોડ્ને ધ્યાનમાં રાખીને રેડિયેશન થેરાપી અથવા મુખ્ય ગાંઠ તેમજ ગરદનમાં ગાંઠોને દૂર કરવા માટે શસ્ત્રક્રિયા છે.

જો કોઈ કેન્સર યથાવત રહે અથવા કેન્સર પાછું થવાનું ઊંચું જોખમ હોય તો શસ્ત્રક્રિયા પછી વારંવાર કેમોરેડીએશન કરવામાં આવે છે. જો ઇમેજિંગ અથવા બાયોપ્સી દર્શાવે છે કે ગરદનમાં ગાંઠો જીવલેણ છે, તો પ્રથમ સારવાર તરીકે કેમોરેડિયેશનનો ઉપયોગ કરી શકાય છે.

ઓરોફેરિંજલ કેન્સર એ શરીરના અન્ય ભાગોમાં ફેલાઇ શકે છે, ઉદાહરણ તરીકે – ફેફસાંની સારવાર કિમોથેરાપી દ્વારા કરવામાં આવે છે. ઇમ્યુનોથેરાપી, એકલી અથવા કિમોથેરાપી સાથે થઇ હોય તો આવુ થવાની શક્યતા હોઈ શકે છે. રેડિયેશન જેવી સારવારનો ઉપયોગ કેન્સરના લક્ષણોને હળવા કરવા અથવા ભવિષ્યની જટિલતાઓથી બચવા માટે પણ થઈ શકે છે.

તમાકુ અને આલ્કોહોલનું સેવન છોડવું એ આ કેન્સર થવાના જોખમને મર્યાદિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમને આલ્કોહોલ અને તમાકુ છોડીને આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદની જરૂર હોય, તો તમે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લઈ શકો છો.

ડો. નિશિત મોદી, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, એચસીજી કેન્સર સેન્ટર વડોદરા. Dr. Nishit Modi (HCG Centre, Vadodara)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.