Western Times News

Gujarati News

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ઝાપટા

અમદાવાદ, રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેમ છતાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જાેવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદ રહેશે અને થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.

જાેકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ૭ ઓક્ટોબરના રોજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે સાથે જ ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે.

૮ ઓક્ટોબરના રોજ પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.

૯ ઓક્ટોબરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ફૂંકાય રહ્યા છે. તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ હોવાના કારણે થંડરસ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે. જેના કારણે વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે.

આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના બોપલ, પ્રહલાદ નગર, એસજી હાઇવે, આણંદ નગર સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે. ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે.

ત્યારે વાતાવરણ પલટો અને કમોસમી વરસાદના કારણે ડાંગરના પાક અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતી સેવાય રહી છે. વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હજુ આગામી ૪ દિવસ તો રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.