પૃથ્વી આગામી દાયકામાં ૧.પ ડીગ્રી ગરમીનું સ્તર વટાવે તેવી શકયતાઃ અભ્યાસ
અંદાજ સાચો પડે તો પેરિસ કરારના લક્ષ્યાંકને હાંસલ કરવાનું જાેખમ વધશે
નવીદિલ્હી, વૈશ્વીક સ્તરે છેલ્લા કેટલાક વર્ષોથી ‘ગ્લોબલ વોમીગ’ ચર્ચાનો વિષય રહયો છે ત્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદ કરાયેલા અભ્યાસ મુજબ પૃથ્વી ૧.પ ડીગ્રી સેળ્લ્સીયની ગ્લોબલ વોમીગની મર્યાદા વટાવશે.
આગામી કેટલાક દાયકામાં ઉત્સર્જન ઉચું રહેશે. તો પૃથ્વી ચાલુ શતાબ્દીના મધ્યભાગ સુધીમાં ઔધોગીક યુગ અગાઉની સરેરાશ કરતાં બે ડિગ્રી સેલ્સીયસ વધુ ગરમ થવાની શકયતા પ૦ ટકા છે.
અભ્યાસની વિગત અનુસાર ર૦૬૦ સુધીમાં આ સ્તર સુધી પહોચવાની શકયતા ૮૦ ટકા છે. ‘પ્રોસીડીગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓઅફ સાયન્સીસ જર્નલમાં પ્રકાશીત રીસર્ચ અનુસાર ગ્લોબલ વોમીગ અંગે કેટલીક મહત્વની આગાહી કરવામાં આવી છે.
સુચીત અભ્યાસમાં વિશ્વભરના તાજેતરના તાપમાનનો આધાર બનાવી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી રીસર્ચ કરાયું હતું. અમેરીકાની સ્ટેનફર્ડ યુનિવસીટીના હવામાન વિજ્ઞાની અને અભ્યાસના મુખ્ય રીસર્ચર નોઆહ ડિફનબોગે જણાવ્યું હતું કે, “હવામાનની અત્યારની સીસ્ટમને આધારે બિલકુલ નવા અભિગમ સાથે ભવિષ્ય અંગેની આગાહી કરવામાં આવી છે.
અમે પુષ્ટિ કરીએ છીએ કે, વિશ્વ ૧.પ ડીગ્રી સેલ્સીયના સ્તરને વટાવવાની તૈયારીમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારું આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મોડલ ભરોસાપાત્ર છે. અત્યાર સુધીમાં પૃથ્વી પુરતી ગરમ થઈ ચુકી છે. અને નેટ ઝીરો એમીશન સુધી પહોચવામાં વધુ પ૦ વર્ષ લાગશે.
તો પૃથ્વી બે ડીગ્રી સેલ્સિયસની ગરમી સુધી પહોચે તેવી શકયતા છે.” ગ્લોબલ વોમીગ એગેનું રિસર્ચ કોલોરાડો સ્ટેટ યુનિવસીટીના વાતાવરણ વિજ્ઞાની એલીઝાબેથ બાર્નસ સાથે કરાયું હતું.
ડિફનબોગે જણાવ્યું હતું કે, “અભ્યાસના તારણ કદાચ વિવાદાસ્પદ હોઈ શકે. કારણ કે અન્ય રીસર્ચમાં જણાવ્યા અનુસાર હાનિકારક પ્રદુષણનું પ્રમાણ ર૦૮૦ પહેલાં શુન્ય સુધી પહોચશે. તો તાપમાનમાં બે ડીગ્રી વૃદ્ધિની શકયતા નથી.