માટીના માટલાની કિંમત 800 રૂપિયા સુધી પહોંચી

કુદરતી રીતે પાણી ઠંડુ કરતાં માટલાના વેચાણમાં વધારોઃ ઉનાળો શરૂ થતાં માટીના માટલાનું વેચાણ વધ્યું
(એજન્સી)અમદાવાદ, ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ તડકો શરૂ થઈ ગયો છે. આ સમયે તરસ છીપાવવા માટે લોકો ઠંડા પીણાં અથવા ઠંડુ પાણી પીવાનું મહત્વ આપતા હોય છે. આ પરીસ્થિતીમાં દેશીફ્રીઝ તરીકે જાણીતા માટીના માટલાઓનું વેચાણ વધ્યું છે.
અમરેલી જીલ્લામા માટીના માટલા ઉપરાંત ચીનાઈ માટીના ડેકોરેટરે માટલાઓની બજાર ભરાઈ રહી છે. લોકો ફ્રીઝના ઠંડા પાણી કરતાં માટલાનું પાણી પીવા તરફ વલણ ધરાવતા હોવાથી બજારમાં આ માટલાઓની દુકુનો અને ઘર ઘર થઈને દેશી ફ્રીજના વેચાણમાં વધારો થઈ રહયો છે.
વેપારી પ્રજાતીએ જણાવ્યું કે તે માટલાના વેપાર સાથે સંકળાયેલા છે અને તેનું દુકાન છે. હાલ માટલાની માંગમાં વધારો થયો છે. ઉનાળાની ગરમીઓમાં લોકો તરસ છીપાવવા માટે દેશી માટલાની ખરીદી વધુ કરે છે. ખાસ કરીને અમરેલી જીલ્લામાં કુંભારો દ્વારા બનેલા દેશી ફ્રીઝ જેને જુનવાણી માટલા કહે છે. તે વધુ ઠંડું અને શુદ્ધ પાણી માટે લોકપ્રીય બન્યા છે.
આ દેશી માટલા દેશી ડીઝાઈન અને નકશીકામ સાથે ઘરની શોભા વધારતા હોય છે. કુદરરતી રીતે આ માટલા ફ્રીઝ કરતાં વધુ ઠંડું પાણી આપતા હોવાથી લોકોએ તેનો ઉપયોગ વધાર્યો છે. અમરેલીના વિવિધ તાલુકા મથકો પર આ માટલાની બજાર જોવા મળી રહી છે. લોકો ફ્રીઝના પાણીની બદલે આ માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. બજારમાં નાના માટલાની કિંમત લગભગ ૧૦૦ રૂપિયા છે. જયારે ચીનાઈ માટીનો ડેકોરેટેડ માટલા પ૦૦થી૮૦૦ રૂપિયા સુધી મળે છે. જેને લોકો ઉત્સાહપુર્વક ખરીદી રહયા છે.
ઉનાળામાં પાણીની તરસ વધુ હોય છે. અને ઠંડુ પાણી પીવાની ઈચ્છા ઉભી થાય છે. પરંતુ દેશી માટલામાં રાખેલું પાણી શરીર માટે વધુ ફાયદાકારક સાબીત થાય છે. કુદરતી રીતે ઠડું રહેતું માટલાનું પાણી શરીરને વધારે રાહત પહોચાડે છે.
આ જ સમયે બજારમાં ડેકોરેટડ માટલાઓની નવા નવા વેરાયટીઓ અને અલગ અલગ ડીઝાઈન સાથે નળ ફીટીગ કરેલા માટલાઓનું વેચાણ ઉનાળાની શરૂઆતમાં વધી રહયું છે. દેશી અને ચીનાઈ માટીના માટલાઓ વિવિધ પ્રકારના ઉપલબ્ધ અને માટલાના ભાવ ૮૦૦ સુધી પહોચી રહયા છે.