આંદામાન અને નિકોબાર દ્વિપમાં ભૂકંપના આંચકા
નવી દિલ્હી, ભારતના આંદામાન અને નિકોબાર દ્વિપમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ ૧૦ કિમી નીચે હતું. મોડી રાત્રે લગભગ ૨.૨૯ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૩ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. જાે કે આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા જ ભારતમાં હિમાલયના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પહેલા ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને હિમાલયના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ કેન્દ્ર પાડોશી દેશ નેપાળમાં હતું. આ ભૂકંપના કારણે નેપાળમાં ઓછામાં ઓછા ૬ લોકોના મોત થયા છે. અનેક ઈમારતો અને સામાજિક સ્થળોએ ઈન્ફ્રાને નુકસાન થયાના અહેવાલો પણ મળ્યા છે.
જાે કે, ભારતમાં આ ભૂકંપને કારણે હાલ કોઈ નુકસાનની માહિતી નથી. આ પહેલા ઉત્તરાખંડમાં થોડા કલાકોના ગાળામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.
જેના કારણે લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. મંગળવારે મોડી રાત્રે ૧.૫૭ મિનિટે આવેલા ભૂકંપના જાેરદાર આંચકાને કારણે લોકો અચાનક ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા અને અનિચ્છનીય બનાવના ભયે ઘરોની બહાર દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૩ હતી, તેનું કેન્દ્ર નેપાળમાં હતું. લોકો હજુ આ આંચકામાંથી બહાર આવી શક્યા ન હતા કે ત્યારે બીજા દિવસે સવારે ૬.૨૭ કલાકે ફરી એકવાર ભૂકંપના આંચકાથી લોકો ધ્રૂજી ઉઠ્યા હતા.
સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ વખતે ભૂકંપનું કેન્દ્ર ભારત-નેપાળ સરહદ પર ઉત્તરાખંડમાં પિથોરાગઢ હતું, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. હાલમાં ભૂકંપના કારણે રાજ્યમાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનના અહેવાલ નથી.SS1MS