આજેર્ન્ટિના અને ચિલીમાં ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૫

નવીદિલ્હી, મંગળવારે રાત્રે વિશ્વના નવ દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે, બુધવારે મોડી રાત્રે આજેર્ન્ટિનામાં ધરતી ધ્રૂજી હતી.
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૫ માપવામાં આવી હતી. ભૂકંપની પુષ્ટિ કરતા યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર આજેર્ન્ટિનાના સાન એન્ટોનિયો ડે લોસ કોબરેસથી ૮૪ કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. હાલમાં આના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. જ્યારે, ચિલીના ઇક્વિકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા ૬.૩ નોંધવામાં આવી હતી. અહીં પણ કોઈ નુકસાનની વિગતો સામે આવી નથી.
હકીકતમાં મંગળવારે મોડી રાત્રે ભારત સહિત સમગ્ર વિશ્વના લગભગ નવ દેશોમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકોએ લગભગ ૪૦ સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા. સ્થિતિ એવી બની કે લોકો ગભરાઈને ઘરની બહાર ભાગવા લાગ્યા. મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા ૬.૬ હતી. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હિન્દુકુશથી ૧૩૩ કિમી દક્ષિણપૂર્વમાં હતું.
જાે કે ભૂકંપના કારણે ભારતમાં કોઈ જાનહાની થઈ નથી. જાે કે પાડોશી દેશ પાકિસ્તાન આનાથી ખૂબ પ્રભાવિત થયું હતું. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઈમારત ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૧ લોકોના મોત થયા છે અને ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે.HS1MS