ભૂકંપના ઝટકાથી કાંપ્યુ ઈંડોનેશિયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૭.૭
નવીદિલ્હી, ઈંડોનેશિયામાં મંગળવારે ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન મેડિટેરિનિયન સીસ્મોલૉજિકલ સેન્ટરે કહ્યુ કે ઈંડોનેશિયાના તનીંબર ક્ષેત્રમાં ભૂકંપ પૃથ્વીની સપાટીથી ૯૭ કિલોમીટર(૬૦.૨૭ માઈલ) નીચે ઉંડાણમાં હતો.
હાલમાં કોઈના જાનમાલની હાનિના સમાચાર નથી.ઈંડોનેશિયાએ ભૂકંપ આવ્યાના ત્રણ કલાક પછી સુનામીની ચેતવણી જાહેર કરી હતી પરંતુ દરિયાના સ્તરમાં કોઈ ફેરફાર ન જણાતા ચેતવણી પાછી લેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ઉત્તર ઑસ્ટ્રેલિયામાં ભૂકંપ પછી લગભગ ચાર ઝટકા અનુભવાયા હતા. જેના કારણે અમુક ઈમારતોમાં હળવાથી મધ્યમ નુકશાન થયુ હોવાના અહેવાલો છે.
આ પહેલા ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ ડિસેમ્બર ૨૦૨૧માં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૦૪માં ઈંડોનેશિયામાં સુમાત્રા પાસે ૯.૧ની તીવ્રતાનો સૌથી ખતરનાક ભૂકંપ આવ્યો હતો. જેમાં સુનામીએ પણ દસ્તક દીધી હતી.
આ ભૂકંપમાં ઈંડોનેશિયામાં લગભગ દોઢ લાખ લોકોથી વધુના મોત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે ઈંડોનેશિયામાં આ મહિનાની શરુઆતમાં ઉત્તર સુમાત્રામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.SS1MS