Western Times News

Gujarati News

દિલ્હીથી લખનઉ સુધી ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ

કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું, ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરસહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ૫.૬ નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે.

ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા જાેરદાર ભૂકંપના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્‌સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે.
જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.

જાે ભૂકંપની તીવ્રતા ૦ થી ૧.૯ રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ ૨ થી ૨.૯ રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જાે ૩ થી ૩.૯ હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત ૪ થી ૪.૯ રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે ૫ થી ૫.૯ રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે.

જ્યારે ભૂકંપની તીવ્રતા ૬ થી ૬.૯ હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા ૭ થી ૭.૯ સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જાે ૮ થી ૮.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જાે ભૂકંપની તીવ્રતા ૯ હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.