કચ્છમાં સવારે ૯.૩૦ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છ, ગુજરાતમાં કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, ત્યારે ફરી એક વાર કચ્છમાં ધરા ધ્રૂજી છે. સવારે ૯.૩૦ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા.સદનસીબે ઘટનામાં કોઇ નુકસાન કે જાનહાનીના સમાચાર નથી. કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપને હજુ લોકો ભૂલી શક્યાં નથી.
ત્યારે વારંવાર કચ્છમાં ભૂકંપના આંચકા આવતા જ રહે છે, જે ૨૦૦૧ની ઘટનાને ભુલવા નથી દેતી. કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે ૯.૩૦ કલાકે ૪.૧ની તિવ્રતાથી આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ૫૯ કિમી દૂર નોંધાયું છે.
કચ્છમાં છેલ્લા ૨૦ વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની ૪ ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે.
આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ૨૦૦૧ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.
મહત્વનું છે કે કચ્છ જિલ્લામાં જાન્યુઆરી ૨૦૦૧માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૩,૮૦૦ લોકો માર્યા ગયા હતા. ૧.૬૭ લાખ અન્ય ઘાયલ થયા હતા.
ભૂકંપને કારણે જિલ્લાના વિવિધ નગરો અને ગામડાઓમાં પણ જાનમાલને ભારે નુકસાન થયું હતું. જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું હતુ. જેના કારણે ભૂગર્ભમાં ૬ મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા ૭૫ કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી. પ્લેટોની નુકસાની આજસુધી યથાવત રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. SS3SS