Western Times News

Gujarati News

તુર્કીમાં ફરીથી ભૂકંપનો આંચકો, ભારતના સિક્કીમમાં ધરતી ધ્રૂજી

નવી દિલ્હી,  છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં ભૂકંપના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ભારતના મોટાભાગના રાજ્યોમાં હવે ધીમે ધીમે ભૂકંપની ઘટનાઓ વધતી જઈ રહી છે. સોમવારે ફરીવાર ભૂકંપગ્રસ્ત તૂર્કીયે ફરીવાર ૪.૭ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેના લીધે લોકો ભયભીત થઈ ગયા હતા. આ દરમિયાન સોમવારે જ સવારે ભારતમાં સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.Earthquake strikes again in Turkey, earthquake in Sikkim, India

ભૂકંપની તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી. જાેકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલ અનુસાર સવારે ૪.૧૫ કલાકે આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ઉત્તર-પૂર્વીય યુક્સોમમાં હતું.

ભૂકંપનું કેન્દ્ર સપાટીથી ૭૦ કિલોમીટરની ઉંડાઈએ હતું. આ પહેલા ગત રવિવારે આસામના કેટલાક ભાગોમાં પણ ચારની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આસામમાં પણ ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલ મુજબ, આંચકો સાંજે ૪.૧૮ કલાકે અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર નગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના દક્ષિણ કાંઠે હતું.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.