ઇન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા અનુભવયા
નવી દિલ્હી, ઈન્ડોનેશિયાના બાલી સમુદ્ર ક્ષેત્રમાં આજે એટલે કે મંગળવાર (૨૯ ઓગસ્ટ)ના રોજ ૭.૦ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલ મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૫૧૮ કિમી નીચે, ઇન્ડોનેશિયાના માતરમથી ૨૦૧ કિમી ઉત્તરમાં હતું. Earthquake tremors felt in Bali, Indonesia
જાેકે, યુએસ જિયોલોજિકલ સર્વે (યુજીએસ) એ ભૂકંપની તીવ્રતા ૭.૧ હોવાનો અંદાજ લગાવ્યો છે. ધરતીકંપ ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા ટેંગારાના બંગસલ નજીક ૫૨૫ કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.
જાે કે આ દરમિયાન એ પણ રાહતની વાત છે કે દરિયાની ઉંડાઈમાં ભૂકંપના જાેરદાર આંચકાને કારણે સુનામીનો કોઈ ખતરો નથી. આ જાણકારી અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમ દ્વારા આપવામાં આવી છે.
Notable quake, preliminary info: M 7.1 – Bali Sea https://t.co/nBlmJ2rQia
— USGS Earthquakes (@USGS_Quakes) August 28, 2023
ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીના જણાવ્યા અનુસાર બાલી અને લોમ્બોકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે ૪ વાગ્યા પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાે શરૂઆતના આંચકાની વાત કરીએ તો ૬.૧ અને ૬.૫ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા.
ઇન્ડોનેશિયાના બાલીમાં હોટેલ મેનેજર સુદીએ ફોન દ્વારા રોઇટર્સને જણાવ્યું હતું કે બાલીના મર્ક્યુર કુટા બાલી ખાતેના મહેમાનો થોડી સેકન્ડો માટે ભૂકંપ અનુભવ્યા પછી તેમના રૂમમાંથી બહાર દોડી ગયા હતા. ઘણા મહેમાનોએ તેમના રૂમ છોડી દીધા હતા પરંતુ હજુ પણ હોટલ વિસ્તારમાં જ રહ્યા હતા.
તેઓ પછીથી પાછા ફર્યા હતા,” તેમણે કહ્યું. ભૂકંપથી હોટલની ઇમારતને કોઈ નુકસાન થયું નથી. ઈન્ડોનેશિયાની આપત્તિ એજન્સી BNPB જણાવ્યું હતું કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. BNPBના પ્રવક્તા અબ્દુલ મુહરીએ કહ્યું, “ભૂકંપ ઊંડો છે તેથી તે વિનાશક ન હોવો જાેઈએ.SS1MS