Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાત્રે ૯.૦૬ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કડકડતી ઠંડી વચ્ચે તેઓ ઘરની બહાર નીકળી સલામત સ્થળે દોડી ગયા હતા.

નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં જમીનની સપાટીથી ૧૦ કિ.મી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નીચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી.પૃથ્વીની અંદર ૭ પ્લેટ્‌સ છે, જે સતત ફરતી રહે છે.

આ પ્લેટો જ્યાં અથડાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

રિક્ટર સ્કેલનો ઉપયોગ કરીને ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. તેને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપ ૧ થી ૯ સુધીના સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપ તેના કેન્દ્ર એટલે કે એપી સેન્ટર પરથી માપવામાં આવે છે. ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાની તીવ્રતા માપવામાં આવે છે. જે ભૂકંપની તીવ્રતા નક્કી કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.