Western Times News

Gujarati News

ભચાઉ નજીક ભૂકંપના આંચકા આવતા ફફડાટ

અમદાવાદ, ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિકટર સ્કેલ પર ૩.૦ની તીવ્રતા નોંધાઈ છે. આજે સવારે ૯.૧૭ મિનિટ ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી ૧૭ કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે.

જાે કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ઉત્તરાખંડના ઉત્તરાકાશીની ઉપરથી આપદા હટવાનુ નામ નથી લઇ રહી. ગત ગુરુવાર- શુક્રવારની રાત્રે ૨.૧૨ વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા, રિએક્ટર સ્કેલ મેપ પર ભૂંકપની તીવ્રતા ૨.૯ માપવામાં આવી.

ભૂકંપનું કેન્દ્ર ૨૪૦ કીમી દુર હતુ, જાેકે, ઝટકો તીવ્ર ન હતો, પરંતુ ડર ચે કે જાેશીમઠની દબાતી જમીનને આ ઝટકો ક્યાંક વધુ નુકશાન ના પહોંચાડે. જાેશીમઠની જમીન પહેલાથી જ ધરતીમાં દબાઇ રહી છે. ભૂંઘસારાના કારણે ૭૬૦ ઘરો એવા ચિન્હિત કરવામાં આવ્યા છે, જેમાં આંશિક રીતે કે ગંભીર રીતે તિરાડો પડી ગઇ છે. આમાં કેટલાય ભવનો ગંભીર સ્થિતિમાં છે જેના કારણે તેને તોડવામાં આવશે.

આવામાં ભૂકંપના ઝટકા આવ્યા બાદ લોકોમાં ડર પેદા થઇ ગયો છે, કે પહેલાથી જ કમજાેર ઘરોને આ ભૂંકપના ઝટકા વધુ નુકશાન ના પહોંચાડી દે. કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા ૩.૨ નોંધાઇ છે.

વહેલી સવારે ૩ઃ૩૧ વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો. રાપરથી ૨૧ કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જાે કે આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જાે કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.