અફઘાનિસ્તાનમાં ૩૦ મિનિટમાં બે વખત ભૂકંપ
કાબુલ, જાપાન અને મ્યાનમાર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં ૩૦ મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અહીં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા ૪.૮ રહી હતી.
નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર પહેલો ભૂકંપ મોડી રાત્રે ૧૨.૨૮ મિનિટ અને ૫૨ સેકન્ડે આવ્યો હતો.
આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ની તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં ૮૦ કિમી ઊંડે હતું. તેનું સ્થાન ફૈઝાબાદના ૧૨૬ કિ.મી. દૂર પૂર્વમાં હતું. જ્યારે બીજાે ભૂકંપ ૧૨ઃ૫૫ મિનિટ અને ૫૫ સેકન્ડે આવ્યો હતો.
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૮ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ફૈઝાબાદ શહેરથી ૧૦૦ કિલોમીટર દૂર હતું. જાે કે અફઘાનિસ્તાનમાં આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજી જાણી શકાયું નથી. SS2SS