Western Times News

Gujarati News

ઈસ્ટર બન્યા કરીના કપૂરના દીકરાઓ તૈમૂર અને જેહ

મુંબઈ, બ્લેક ફ્રાઈડના બે દિવસ પછી ઈશુ ખ્રિસ્ત પુનઃજીવિત થયા હતા અને તેની ખુશીમાં ખ્રિસ્તી ભાઈબંધુઓ ઈસ્ટરનો તહેવાર ઉજવે છે.

૨૦૨૩માં ૯ એપ્રિલે ઈસ્ટરની ઉજવણી કરવામાં આવી હતી. બોલિવુડના સેલિબ્રિટીઝ દરેક તહેવારને ઉલ્લાસપૂર્વક ઉજવતા હોય છે ત્યારે કરીના કપૂરના ઘરે પણ ઈસ્ટરની ઉજવણી કરવામાં આવી હતી. કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને પોતાના ઘરે થયેલા ઈસ્ટર સેલિબ્રેશનની ઝલક બતાવી હતી.

કરીના કપૂરે શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, ઈસ્ટર એગ્સ માટે ખજાનો શોધીને તૈમૂર, જેહ, ઈનાયા અને કિયાન સમય વિતાવી રહ્યા છે. સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાનની દીકરી ઈનાયા અને કરીનાની બહેન કરિશ્મા કપૂરનો દીકરો કિઆન સૈફ-કરીનાના ઘરે ઈસ્ટર સેલિબ્રેશન માટે આવ્યા હતા. તૈમૂર અને જેહ સાથે તેઓ મસ્તી કરતાં જાેવા મળ્યા હતા.

બધા બાળકો અને સૈફ અલી ખાને ગેમ માટે કાગળામાંથી બની ઈયર હેટ્‌સ બનાવી હતી. કરીનાએ શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, તૈમૂરે ગ્રે રંગની ટી-શર્ટ પહેરી છે. જે બાદ જેહ અને ઈનાયા પણ બની હેટ પહેરીને ખિલખિલાતા જાેવા મળી રહ્યા છે.

જેહ યલો ટી-શર્ટમાં ખૂબ ક્યૂટ લાગતો હતો જ્યારે ઈનાયાએ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. બીજી તસવીરમાં કરિશ્માનો દીકરો કિઆન માસા સૈફ જાેડે પોઝ આપતો દેખાઈ રહ્યો છે. આ ફેમિલી ગેટ-ટુ-ગેધરમાં સોહા અને તેનો પતિ કુણાલ ખેમૂ પણ હાજર રહ્યા હતા.

કરીના કપૂરે આ તસવીરો શેર કરતાં લખ્યું, “મારા ઈસ્ટર બનીઝ…તમને સૌને પણ ઈસ્ટરની શુભકામના…કાયમ ખજાનાની શોધ ચાલુ રાખજાે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી. હવે તે રિયા કપૂરની ફિલ્મ ધ ક્રૂમાં ક્રિતી સેનન અને તબ્બુ સાથે દેખાશે. ઉપરાંત કરીના ફિલ્મમેકર સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં જાેવા મળશે.

ફિલ્મમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે કરીના દેખાશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ સિવાય કરીના હંસલ મહેતાની આગામી ફિલ્મમાં દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.