Western Times News

Gujarati News

પશ્ચિમના દેશોના અમાનુષી કાયદાઓ સામે ભારત જેવા પૂર્વના આધ્યાત્મિક દેશો સાવધાનઃ રાજયશ સુરીશ્વરજી મહારાજ

(પ્રતિનિધિ) મોડાસા, ગચ્છાધિપતિ પૂજ્યપાદ ગુરુદેવ રાજયશ સુરીશ્વરજી મહારાજે પોતાના દિવ્ય વિચારોને પ્રગટ કરતાં અધ્યાત્મ માર્ગને ઉજાગર કરવા અને ભારત દેશને સંસ્કૃતિ અને ધર્મને પશ્ચિમી દેશોના અમાનુષી કાયદાઓથી દૂરી બનાવી રાખવા અને પશ્ચિમના કહેવાતા વિકસિત દેશોના અમાનુષી કાયદાઓ સામે ભારત જેવા પૂર્વના આધ્યાત્મિક દેશોએ સાવધાન રહેવા અપીલ કરી છે.

પૂજ્ય મહારાજે આઘાત સાથે જણાવ્યું કે ફાંસ દેશમાં સ્ત્રીને ગર્ભપાત કરવાનો બંધારણીય અધિકાર આપીને માનવ હત્યાનું પાપ કરવાનો સ્ત્રીઓને જાણે પરવાનો આપી દીધો છે.

આવી કાયદેસરતા આપીને ફાંસે ક્યારેય માફ ન કરી શકાય એવા માનવ વધના અપરાધને પ્રોત્સાહન આપવા સમાન આ કાયદો અમલી બનાવ્યો છે . પૂજ્ય મહારાજે જણાવ્યું કે અફસોસની વાત એ છે કે ફાંસની કાયદા સભામાં ૭૨૦ સાંસદોએ એકી અવાજે આ કાયદાનું સમર્થન કરી નાખ્યું જ્યારે કેવળ ૭૦ જેટલા જ સાંસદોએ એમના હદયમાં કરુણાભાવ જાગ્યો અને આ કાયદાનો સખ્ત શબ્દોમાં વિરોધ દર્શાવ્યો પણ બહુમતીના જોરે

આ અમાનુષી કાયદો પસાર થઈ જતા ફાંસમાં સત્રીઓને ગર્ભપાતની કાયદેસરતા મળી એ મોટું દુર્ભાગ્ય છે. અને અધર્મ બેફામ વધવાની દહેશતે. પૂ મહારાજ ચિંતિત છે ફાંસમાં જે મુસ્લિમોમાં ગર્ભપાતનો નિષેધ છે એવાં ૬૦ ટકા મુસ્લિમો ફાંસમાં હોવા છતાં અને ઇસ્લામ ધર્મ પણ ગર્ભપાતનો વિરોધી છે અને ફાંસમાં ક્રિશ્ચિયનની પણ વસતિ છે અને આ ધર્મના લોકો પણ ગર્ભપાતના વિરોધી છે

છતાંય ફાંસમાં માનવ હત્યા સમાન ગર્ભપાતને કાયદેસરતા આપીને સ્ત્રીઓને ગર્ભપાતના અધિકાર આપવામાં આવ્યા છે જેને માનવતાની હત્યા સમાન ગણાવીને પૂ મહારાજે વખોડી કાઢી છે. આ અમાનુષી કાયદો પશ્ચિમના અન્ય દેશોમાં પણ અમલી બનશે અને તેના કારણે આધુનિકતાના નામે આપણા જેવા પૂર્વના દેશોમાં આંધળું અનુકરણ થશે તો અને એની આ દેશમાં શક્યતાઓ લેશમાત્ર નહીં હોવા છતાં આંધળું અનુકરણ થાય તો શી વલે થશે. એની ચિંતા અને વિચારોથી પૂજ્યપાદ ગુરુદેવ રાજયશ સુરીશ્વરજી મહારાજનું હદય દ્રવી ઉઠ્‌યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.