ઝટપટ મેકઅપ કરવાની સરળ ટિપ્સ
આજની ભાગદોડ ભરી જીવનશૈલીમાં મહિલાઓ પાસે લાંબો સમય અરીસા સામે બેસી મેકઅપ કરવાનો ટાઈમ હોતો નથી. તેથી જ આધુનિકાઓ પ્રવાસના સમયે કે પછી ઓફિસના વોશરૂમમાં મેકઅપ કરતી જાેવા મળે છે. આવા સમયે તેઓ પાસે મેકઅપ કરવાનો બહુ વધારે ટાઈમ હોતો નથી. જાેકે ઓછા સમયમાં પણ સુંદર રીતે મેકઅપ કરી શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સમય મર્યાદા અગાઉથી જ નિશ્ચિત કરી હોય તો તમે માત્ર થોડા જ સમયમાં આકર્ષક મેકઅપ કરી તમારી સુંદરતાને ચાર ચાંદ લગાડી શકો છો.
માત્ર પાંચ મિનિટમાં ઃ સવારનું કામ કર્યા બાદ મહિલાઓ પાસે તૈયાર થવા માટે પૂરતો સમય હોતો નથી અને તેમને ઓફિસમાં તાજગીપૂર્ણ અને સુંદર દેખાવું પણ એટલું જ આવશ્યક છે. તો આવો જાણીએ પાંચ મિનિટમાં કઈ રીતે સુંદર દેખાશો. મોઈશ્વરાઈઝર અને સનક્રીન લગાડીને મેકઅપની શરૂઆત કરો. તમારી ત્વચાના વર્ણથી એક અંશ ઝાંખું કન્સીલર આંખની આસપાસ અને તમને આવશ્યક લાગે ત્યાં લગાડો. તેનાથી તમારો ચહેરો તેજસ્વી દેખાશે. તમારી પાંપણ ઉપર મસ્કરાના બે થી ત્રણ કોટ લગાડો. જેનાથી તમારી આંખો વધારે તેજસ્વી દેખાશે.
તમારા ગાલ પર હળવેથી બ્લશર ફેરવો. જેનાથી તમારો ચહેરો તંદુરસ્ત અને તાજગીપૂર્ણ લાગશે. તમે આ મેકઅપમાં કાજલનો પણ વપરાશ કરી શકો છો. પંદર મિનિટમાં મેકઅપઃ જાે તમારી પાસે તયાર થવા માટે પંદર મિનિટનો સમય હોય તો પણ તમે તમારા લુકને સમૂળગો બદલી શકો છો. તમે તમારી ભ્રમરોને બ્રાઉન અને ગ્રે રંગના પાવડર આઈશેડોથી ભરવાનો પ્રયત્ન કરો કારણ આંખથી શરૂઆત કરશો તો મેકઅપની ઘણી ખરી મોટાભાગની ભૂલોને નિવારી શકશો.
તમે પાંપણો પર ક્રીમ આઈશેડો લાગડી શકો. જેલ લાઈનર, કાજલ, મેટ લાઈનર અને ઘણી બધી મસ્કરા લગાડી આકર્ષક આંખો મેળવી શકો છો. તમે મોઢાને સ્વચ્છ કરી કન્સીલર અને મોઈશ્વરાઈઝર લગાડો. રોમ છિદ્રો બંધ કરતું પ્રાઈમર લગાડી લિક્વિડ ફાઉન્ડેશન વાપરો. આંખોનો મેકઅપ ડાર્ક સર્કલને ધ્યાનમાં રાખીને સુધારો. બ્રાઉન રંગની લિપસ્ટિક લગાડો. થોડો પાવડર લગાડો. જાે ડાર્ક લિપસ્ટિક લગાડી હોય તો લાઈટ આઈ શેડો અને હળવી લિપસ્ટિક કરી હોય તો પછી ઘેરા રંગનો આઈ શેડો લગાડો.
તમાીર ત્વચાના રંગથી ત્રણ ટોન ઘેરો શેડો લગાડો. તમે તમારી પ્રમાણે લિપસ્ટિકના કે આઈશેડોના રંગમાં ફેરફાર કરી શકો છો. મેટ મેકઅપને સ્પ્રેથી સેટ કરો. : ત્રીસ મિનિટમાં મેકઅપઃ તમારી પાસે જાે તૈયા થવા માટે અડધો કલાકનો સમય હોય તો તમે આરામથી તૈયાર થઈને ઘણા બધા જુદા જુદા પ્રયોગ કરી શકો છો.
ચહેરા પર પ્રાઈમર અને મોઈશ્વરાઈઝર લગાડો. ક્રીમ અને ફાઉન્ડેશનને બ્રશથી તમારા મોં અને ગળા પર લગાડો તમારી ભ્રમરો પર નૈસર્ગિક બ્રાઉન આઈબ્રો જેલ લગાડો. તેના પર આઈબ્રો બ્રશથી જેલ લગાડો. તમારી આઈશેડો પર ન્યૂડ શેડ લગાડો. બ્રાઉન રંગ આઈશેડોને નિખારશે. તેના પર વાઈન કલરની પાતળી લાઈનર લગાડો. અને તેને બ્રશથી મઠારો. તમારી પાંપણને લોડયુમાઈઝિંગ મસ્કરાથી નિખારો અને ગાલ પર ગુલાબી રંગનું બ્લશર લગાડો.