વધારે પડતી કેરી ખાવાથી પેટમાં દુખાવો, અલ્સર અને અપચાની સમસ્યા થઈ શકે છે
ભાગ્યે જ એવી કોઈ વ્યકિત હોય જેને કેરી ન ભાવતી હોય. કેરી વિટામીન સી સહીત જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે રોગપ્રતીકારક શકિત વધારે છે. સાથે જ શરીરને ફાયદો પણ કરે છે. ઘણા લોકો તો દિવસ દરમ્યાન પ,૬ કેરી આ આરામથી ખાઈ લેતા હોય છે.
જો કે કેરી વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે નુકશાન પણ કરે છે. તેથી કેરી દિવસ દરમ્યાન કેટલી ખાવી અને કેટલી નહી તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો વધારે પ્રમાણમાં કેરી ખાવામાં આવે તો શરીરમાં સોજા, પેટમાં દુખાવો, અલ્સર અને અપચાની સમસ્યા થઈ જાય છે.
કેરીથી થતા ફાયદા ઃ કેટલાક સંશોધનમાં સામે આવ્યું છેકે કેરીમાં ફાઈટોન્યુટ્રીએન્ટસ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી હોય છે. તેનાથી શરીરને જરૂરી પોષકતત્વો મળે છે.તેમાં ફાઈઈબર ભરપુર માત્રામાં હોય છે. જે પાચનને સુધારે છે.
કેરીથી થતા નુકશાન ઃ સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર કેરી જો કેમીકલથી પકાવેલી હોય અને તેને બરાબર રીતે સાફ કર્યા વિના ખાવામાં આવે તો તેના હાનિકારક તત્વો
પેટમાં સમસ્યા કરી શકે છે. તેના કારણે શરીરમાં વિષાકત પદાર્થ વધે છે. આ સિવાય જો વધારે પ્રમાણમાં કેરી ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર વધી જવું, ડાયેરીયા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
દિવસમાં કેટલી કેરી ખાવી ? ઃ જો વધારે પ્રમાણમાં એક સાથે કેરી ખાવામાં આવવે તો તેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. વધારે કેરી ખાવાથી પેટમાં ગેસ, દુખાવો, શરીરમાં સોજા, ઝાડા જેવી તકલીફ થઈ શકે છે.તેથી કેરીનું સેવન મર્યાદીત માત્રામાં જ કરવું જોઈએ. દિવસમાં વધુમાં વધુ ૩ કેરી ખાવી જોઈએ. તેનાથી વધુ કેરી એક દિવસમાં ખાવી નહી. બજારમાંથી કેરી લાવો તો તેને ઓછામાં ઓછા ૩ કલાક પાણીમાં પલાળી રાખવી અને પછી સારીરીતે સાફ કરીને ખાવી.