eBay અમદાવાદના સ્થાનિક વિક્રેતાઓને વૈશ્વિક સ્તરે લઇ ગયું
પશ્ચિમ ભારતમાં સૌથી મોટા ઔદ્યોગિક કેન્દ્ર પૈકીના એક હોવાની સાથે-સાથે અમદાવાદ જેમ્સ, જ્વેલરી અને ડેનિમ જેવા ક્ષેત્રોમાં સંખ્યાબંધ એમએસએમઇ માટેનું ડેસ્ટિનેશન પણ છે. શહેરની ગહન ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિની ઓળખ કરતાં ભારતના અગ્રણી ઓનલાઇન એક્સપોર્ટ માર્કેટપ્લેસ eBayએ શહેરની એમએસએમઇને વિશ્વભરમાં તેમની પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે તેમજ કંપની આ પ્રકારની પ્રોડક્ટ્સ માટે અમદાવાદને વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે કટીબદ્ધ છે.
આવા જ એક વિક્રેતા છે અમદાવાદનો મોહમ્મદ ઝફર સૈયદ, જેને ક્રિસ્ટલ હીલિંગ અને હોમ પ્રોડક્ટ્સના બિઝનેસમાં eBayના સોલ્યુશન્સ અને સેલર સપોર્ટને કારણે ઘણી સફળતા મળી છે. રસપ્રદ વાત એ છે કે પ્લેટફોર્મ સાથે સૈયદની યાત્રા ક્રિસ્ટલ હીલિંગ સ્પેસના રૂપમાં શરૂ થઈ નહોતી –2009માં જ્યારે તેણે eBayસાથે હાથ મિલાવ્યો ત્યારે સૈયદ એ શરૂઆતમાં પ્લેટફોર્મ પર પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સિક્કા વેચ્યા હતા.
જો કે, તે eBayના પર્ચેઝ ટ્રેન્ડ્સની એક્સેસ હતી જેણે તેમને એગેટ સ્ટોન વેચવાની સંભાવનાનો અહેસાસ કરાવ્યો અને એકલા વર્ષ 2020ના છેલ્લાં ત્રિમાસિક ગાળામાં 35,000 ડોલરની ગ્રોસ મર્ચેન્ડાઇસ વેલ્યૂ હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી.
eBayસાથેના તેના અનુભવો અંગે નિવેદન આપતા જણાવ્યુ કે, મોહમ્મદ ઝફર સૈયદે જણાવ્યું હતું કે, “eBayપહેલા, મારી પ્રોડક્ટ્સ માટે યોગ્ય ખરીદદારો સુધી પહોંચવું ખૂબ જ પડકારજનક હતું. જો કે, ટીમની વિગતવાર ગ્રાહક સૂઝ અને ક્રોસ બોર્ડર ટ્રેડની પ્લેટફોર્મની એક્સેસ માટે આભારી છુ, હવે હું યોગ્ય બજારોમાં યોગ્ય ગ્રાહકોને લક્ષ્ય બનાવી શકું છું અને મારા વ્યવસાયને નવા ઉંચા સ્તર પર લઈ જઇ શકું છું. ”
ભાવનગરના સોહિલ નૂરાની પણ એક વિક્રેતા છે જેમણે eBayના સાથથી સફળતા મેળવી છે. આ પ્લેટફોર્મ સાથેના તેમના ત્રણ વર્ષના જોડાણમાં, તેમને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયસ અને ટુલ્સ બિઝનેસમાં વાર્ષિક વૃદ્ધિદર એ 270 જેટલો જેટલો વધારો જોવા મળ્યો.
તે વિક્રેતાઓ માટે eBayની વિવિધ પહેલ હતી – જેમ કે પ્રમોટેડ લિસ્ટિંગ્સ, ઇન્સેન્ટિવ પ્રોગ્રામ્સ અને થર્ડ પાર્ટી ટુલ્સ – જેણે યુએસએ, યુકે અને અન્ય યુરોપિયન બજારો જેવા દેશોમાં નૂરાનીના વ્યવસાયને વધુ દૃશ્યતા પ્રાપ્ત કરવાની મંજૂરી આપી.
eBayસાથેના તેના જોડાણ વિશે જણાવતા, સોહિલ નૂરાનીએ જણાવ્યું હતું કે, “eBayમાં જોડાયા પછી, ક્રોસ બોર્ડર ટ્રેન્ડના પ્રતાપે મારા વ્યવસાયમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે.
eBayટીમે વેચાણને સંભાળવા, વેચાણ પછીના અભિગમ, શ્રેષ્ઠત્તમ પ્રયત્નો અને વધાના સંદર્ભમાં મને ઘણું શીખવ્યું. જો eBayસાથે ન હોત, તો મારો વ્યવસાય આજે જ્યાં છે ત્યાં ન હોત.”
અમદાવાદના એમએસએમઇ બેઝને આગળ ધપાવવાના પ્લેટફોર્મના ધ્યેય અંગે, eBayઈન્ડિયાના કન્ટ્રી મેનેજર વિદ્યા નૈનીએ કહ્યું કે, “ અમે અમારા વિક્રેતાઓની સફળતા દ્વારા અમારી સફળતાને પરિભાષિત કરીએ છીએ, અને અમે અમદાવાદમાં ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ છીએ
જેથી શહેરને ગ્લોબલ ઇકોમર્સના નકશા પર પોતાની ઓળખ બનાવવામાં મદદ મળી શકે. તેની સાથે સાથે જ અમે શહેરના એમએસએમઇને પ્લેટફોર્મ ટૂલ્સ, શિપિંગ સોલ્યુશન્સ અને એકાઉન્ટ મેનેજમેન્ટ સપોર્ટની તાલીમથી સજ્જ કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે જે તેમને નવી ઉંચાઇને સ્પર્શવાની મંજૂરી આપશે.
eBayશહેરના નાના અને મધ્યમ ઉદ્યોગોની સાથે મળીને કામગીરી કરી રહી છે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમના ઉત્પાદનોને પ્લેટફોર્મ પર વેચીને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ કરવામાં મદદ કરી શકે.
આનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપસ્થિતિના માધ્યમથી પોતાની હાજરી વધારવા, પર્ચેઝ ટ્રેન્ડને ઓળખવી અને કન્ઝ્યુમર પર્ચેઝ પેટર્ન અને પ્રાથમિકતાઓને પારખવામાં મદદ મળી છે.