ECBએ વ્યાજદર વધાર્યા છતાં સોનાના ભાવમાં ઘટાડો
સોનાનો ભાવ ૧૦ ગ્રામે રૂ. ૫૦,૩૬૧ હતો જે ગુરૂવારના ભાવ સામે સોનામાં આજે ૧૪ રૂપિયાનો ઘટાડો થયો
નવી દિલ્હી, યુરોપીયન સેન્ટ્રલ બેન્ક (ઈસીબી) દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગુરુવારે ઈસીબીએ વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. આજે સ્પોટ ગોલ્ડનો ભાવ ૦.૨૫ ટકા ઘટીને ૧૭૧૩ ડોલર પ્રતિ ઔંસ થયો હતો. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર સોનાનો ભાવ ૧૦ ગ્રામે રૂ. ૫૦,૩૬૧ હતો. ગુરુવારના ભાવની સામે સોનામાં આજે ૧૪ રૂપિયાનો ઘટાડો થયો હતો.
કોમોડિટી માર્કેટના એક્સપર્ટ્સે જણાવ્યું કે ઈસીબીએ વ્યાજદર ઘટાડ્યા પછી યુએસફેડ દ્વારા પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવશે તેવી અપેક્ષા છે. તેના કારણે શુક્રવારે ગોલ્ડનો ભાવ ઘટ્યો હતો.
૨૭ જુલાઈએ ેંજી ફેડની મિટિંગ છે અને તે અગાઉ ડોલર ઈન્ડેક્સમાં વધારોથયો છે. આઈઆઈએફએલસિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડન્ટ- રિસર્ચ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે ઈસીબીએ સૌને આશ્ચર્ય આપીને વ્યાજદર વધાર્યા હોવા છતાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આજે યુરો પણ નબળો ટ્રેડ થાય છે અને ડોલર ઈન્ડેક્સ ૦.૦૪ ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે સ્પોટ ગોલ્ડનો ભાવ ૧૬૮૦થી ૧૭૩૫ ડોલરની રેન્જમાં ટ્રેડ થાય છે અને તે સપોર્ટને બ્રેક કરીને ૧૬૫૦ ડોલર સુધી જાય તેવી શક્યતા છે. તેઓ રોકાણકારોને અને ટ્રેડર્સને દરેક ઉછાળે સોનું વેચવાની સલાહ આપતા કહે છે કે સોનામાં હવે વધારો આવે ત્યારે નફો બુક કરવો જાેઈએ. જેમણે પીળી ધાતુમાં ફ્રેશ પોઝિશન લીધી છે તેઓ ૧૭૩૫ ડોલર પર શોર્ટ કરી શકે છે અને ૧૬૯૦ ડોલરના સ્તરે વેચી શકે છે. એમસીએક્સ પર સોનાનો ભાવ નજીકના ગાળામાં ૧૦ ગ્રામે ૪૯,૩૦૦ સુધી જાય તેવી શક્યતા છે.
એક્સિસ સિક્યોરિટીઝ ખાતે એચએનઆઈઅને એનઆરઆઈએક્વિઝિશનના હેડ પ્રિતમ પટનાયકે જણાવ્યું કે ડોલર પ્રાઈસ ઇન્ડેક્સ વધવાના કારણે સોનાના ભાવ પર પ્રેશર વધ્યું છે. અન્ય મોટા અર્થતંત્રોમાં પણ સેન્ટ્રલ બેન્ક્સ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે જેના કારણે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. ગુરુવારે સોનાનો ભાવ એક મહિનાના સૌથી નીચા સ્તરે હતો. ઘરેલુ બજારમાં એમસીએક્સગોલ્ડ રેટ ૧૦ ગ્રામે ૪૯,૯૫૮ પર પહોંચ્યો હતો જે ફેબ્રુઆરી ૨૦૨૨ પછી સૌથી નીચો સ્તર છે.
અમેરિકામા જાેબના આંકડા પ્રમાણે બેરોજગારીની સ્થિતિ આઠ મહિનાની ટોચ પર છે જે દર્શાવે છે કે વ્યાજદરમાં વધારો થવાના કારણે અમેરિકન અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. આજે સ્પોટ સિલ્વરનો ભાવ ૦.૩ ટકા ઘટીને ૧૮.૭૮ ડોલર પ્રતિ ઔંસ થયો હતો. જ્યારે પ્લેટિનમનો ભાવ ૦.૩ ટકા વધીને ૮૭૩.૯૨ ડોલર નોંધાયો હતો.