લાંબો સમય ટકી રહે છે તેવું ઇકોને માસ્ટર બોર્ડ લોન્ચ મુક્યું
ઇકોને માસ્ટર બોર્ડ બજારમાં મુક્યું, ભારતના રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બાંધકામ અને નવીનીકરણમાં નવીન પદ્ધતિના મંડાણ
મુંબઈ, નવીન પ્રોડક્ટ્સ બજારમાં મુકવા માટે જાણીતી વૈશ્વિક અગ્રણી કંપની ઇકોને તેની ક્રાંતિકારી પ્રોડક્ટ – માસ્ટર બોર્ડને ભારતીય બજારમાં લોન્ચ કરવાની ગર્વ સાથે જાહેરાત કરી છે. આ અદ્યતન બિલ્ડિંગ મટિરિયલ રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક મકાનોના બાંધકામ અને નવીનીકરણમાં મોટા પાયે ઉથલપાથલ કરી શકે છે. લિંક- https://www.youtube.com/watch?v=Ks36EKZY1c0
માસ્ટર બોર્ડ ભારતીય બજાર માટે ઇકોનના નવીન અભિગમને રજૂ કરે છે. આ પ્રોડક્ટ વધારે ટકાઉ છે અને વિવિધ ઉપયોગોમાં આવી શકે છે. ઇકોનની અગ્રણી પ્રોડક્ટ તરીકે દરવાજા, સાઇનેજ, સુશોભનની વસ્તુઓ, ફ્લોરિંગ, છત અને દિવાલની પેનલ્સ સહિત ભવિષ્યગામી પ્રોડક્ટની સર્વગ્રાહી રેન્જ બજારમાં મુકવાનો માર્ગ મોકળો કરે છે. નવા બાંધકામો અને જૂના મકાનોના નવીનીકરણ માટે વાપરી શકાતા માસ્ટર બોર્ડ પાણીથી બગડતું નથી, તેનામાં અગ્નિ-પ્રતિરોધક તેમજ ઘાટ-પ્રતિરોધક ગુણધર્મો છે. તે ઘરો, કચેરીઓ અને ઔદ્યોગિક એકમોમાં તેના વપરાશ થઈ શકે છે અને ગુણવત્તા લાંબો સમય જળવાઈ રહે છે.
લાકડું, પ્લાયવુડ અને MDF જેવી પરંપરાગત સામગ્રીથી વિપરીત, માસ્ટર બોર્ડ પર ભેજની અસર થતી ન હોવાથી લાકડુ ફૂલી જવા તેમજ આકાર બદલાઈ જવા જેવી સમસ્યાઓ નડતી નથી. તેના આગ-પ્રતિરોધક ગુણોથી સલામતિ વધે છે. આથી વિવિધ વપરાશ માટે તે આદર્શ પસંદગી છે. વધુમાં બોર્ડ ફોર્માલ્ડિહાઇડ-મુક્ત અને વીઓસી ઉત્સર્જન-મુક્ત છે, તે મકાનની અંદર તંદુરસ્ત વાતાવરણ જાળવે છે. તેની સરળ સપાટી રંગવા માટે અનૂકૂળ છે અને ઇન્સ્ટોલેશન સરળ બને છે.
ઇકોમના મેનેજીંગ ડિરેક્ટર શુભમ્ તયલિયા જણાવે છે કે, “બાંધકામ, પેકેજિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં વધતી માંગને કારણે ભારતમાં પીવીસી બજાર નાણાકીય વર્ષ 2030 સુધીમાં 7.03 મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે. અમને વિશ્વાસ છે કે માસ્ટર બોર્ડ બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. પાણી, અગ્નિ અને ઉધઈની તેના પર કોઈ અસર ન થવા ઉપરાંત તે ફોર્માલ્ડિહાઈડ-મુક્ત હોવાથી તેને ઘરોમાં, ઓફિસીઝમાં અને ઔદ્યોગિક ઇમારતોની ગુણવત્તા અને આયુષ્ય વધારવા માટે એક આદર્શ વિકલ્પ છે. દેશના જીડીપીના બાંધકામ ક્ષેત્રના પીવીસીનો હિસ્સો 9% હોવાથી અમે માનીએ છીએ કે માસ્ટર બોર્ડ આ ક્ષેત્રની વૃદ્ધિ અને તેના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.”
“અમે આર્કિટેક્ટ્સ, બિલ્ડરો અને મકાનમાલિકોને અનેક જરૂરિયાત પૂરી કરતા તેમજ ભરોસાપાત્ર સોલ્યુશન ઓફર કરવા માટે ઉત્સાહિત છીએ. તેનાથી તેઓ અદ્યતન ડિઝાઇન અને ટકાઉ પ્રોડ્કટ બનાવી શકશે. આ પ્રક્ષેપણ ECHON માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે અમે બાંધકામ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ગુણવત્તા અને નવીનતા માટે નવા માપદંડ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ લોન્ચ એ ઇકોન માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.” એમ શુભમ ટેલિયાએ જણાવ્યું હતું.
રિસાયકલ કરી શકાય તેવા પીવીસીના ઉપયોગ અને હાનિકારક ઉત્સર્જન બંધ થાય તે ઇકોનની પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેનાથી તંદુરસ્ત વાતાવરણને મદદ મળવા ઉપરાંત લાકડાના પરંપરાગત ઉત્પાદનો પર નિર્ભરતા ઘટે છે.
કોઈ કંપની સતત નફો કરે છે તેના આધારે સારી ટીમ, પ્રોડક્ટ્સ અને અનુભવનું મૂલ્યાંકન થાય છે. ઇકોન એ માત્ર દેવામુક્ત અને અનામત રોકડ ભંડોળ ધરાવતી કંપની નથી. તેની નાણાકીય સ્થિતિ ખૂબ સુદૃઢ છે, જેથી ભાવિ વૃદ્ધિનો તે મોટા પાયે લાભ લઈ શકે તેમ છે. આ બાબત એ પણ દર્શાવે છે કે કંપની મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ કરી રહી છે. 2022 થી 2023ની વચ્ચે તેની 60 ટકાથી વધુ વાર્ષિક વૃદ્ધિ તેની વ્યુહાત્મક પહેલો અને બજારમાં વિસ્તરણ કરવાની તેની ક્ષમતા, ગ્રાહકોમાં પ્રોડક્ટ પ્રત્યેનો ઊંચો અભિપ્રાય તેમજ ગુણવત્તામાં વિશ્વાસ દર્શાવે છે.
માસ્ટર બોર્ડની ખાસિયતો
વોટરપ્રૂફઃ તેનાથી ભેજ લાગતો નથી. તેનાથી બોર્ડ ફુલતું નથી કે તેનો આકાર બદલાતો નથી. ભેજવાળા વિસ્તારો માટે આદર્શ.
ફાયર–રેઝિસ્ટન્ટઃ દરેક વપરાશમાં આગ લાગવાનું જોખમ ઘટતા સલામતિ વધે છે.
ફોર્માલ્ડિહાઇ–મુક્તઃ રૂમમાં જોખમી કેમિકલ્સ ન હોવાથી આરોગ્ય માટે અનુકુળ
વીઓસી–ઉત્સર્જન–મુક્તઃ રૂમની અંદર હવાની ગુણવત્તા જળવાઈ રહે છે. ગ્રીન બિલ્ડિંગ્સ માટે જરૂરી
તૂટતુ નથીઃ લાંબો સમય ટકી રહે છે. મટિરિયલ બગડતું નથી અને બાંધકામની મજબૂતાઈ જળવાઈ રહે છે.
ઘોંઘાટ–મુક્તઃ રૂમની અંદર અવાજને અવરોધી શકે છે, જેથી અંદર એકંદરે શાંતિ જળવાઈ રહે છે.
ઉધઈ–મુક્તઃ ઉધઈથી થતું નુક્શાન અટકાવે છે, પ્રોડક્ટ ટકાઉ બને છે.
સ્ક્રૂને પકડી રાખે છેઃ તેનાથી જોડ મજબૂત બને છે.
પ્રાઇમર કે પુટ્ટીની જરૂરિયાત રહેતી નથીઃ ફિનિશિંગ સુધરે છે, સમય અને સામાનની બચત થાય છે.