સુરતના આ ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા બદલાઈ જશે
બારડોલી, ૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન. આ પ્રસંગે આપણે વાત કરીએ સુરત જિલ્લાના ઉમરપાડાના ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની. કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે. પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા બદલાઈ જશે. Eco Friendly Police Station Surat
આ છે સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસનું “ઇકો ફ્રેન્ડલી” પોલીસ સ્ટેશન : અહીં છે કિચન ગાર્ડન, વર્ગીકમ્પોઝ્ડ પ્લાન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ચકલીઓનાં માળા….!!
માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનો વિશેષ આભાર 🙏
વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ.. Part-1@dgpgujarat @sanghaviharsh pic.twitter.com/rL47GvWXpx— Surat Rural Police (@SP_SuratRural) June 5, 2023
ઉમરપાડા તાલુકા મથકે આવેલું ઉમરપાડા પોલીસ સ્ટેશન કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકો ફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે, કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે. અહીં ફરજ બજાવતાં સ્વચ્છતા અને પ્રકૃત્તિપ્રેમી પોલીસકર્મીઓએ પર્યાવરણનો સુમેળ રચ્યો છે. પોલીસ મથકના પ્રકૃત્તિપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે.
આ છે સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસનું “ઇકો ફ્રેન્ડલી” પોલીસ સ્ટેશન : અહીં છે કિચન ગાર્ડન, વર્ગીકમ્પોઝ્ડ પ્લાન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ચકલીઓનાં માળા….!!
માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનો વિશેષ આભાર 🙏
વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ.. Part-2@dgpgujarat @sanghaviharsh pic.twitter.com/Izu7YXCAjO— Surat Rural Police (@SP_SuratRural) June 5, 2023
વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનુભૂતિ કરાવે છે. ઉમરપાડા પોલીસ સ્ટેશન માત્ર ન્યાય મેળવવાનું કેન્દ્ર સ્થાન ન રહેતા રેઈન વોટર હાવેર્સ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન, વર્મી કમ્પોસ્ટ, મેડીટેશન, કિચન ગાર્ડનિંગ માટેનું પણ જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે.
આ પોલીસ સ્ટેશનમાં પાણી અને પાંદડાને વેસ્ટ બનતા અટકાવવામાં આવે છે. જેમાં વેસ્ટ વોટરને જમીનમાં ઉતારવામાં આવે છે, જ્યારે મઘા નક્ષત્રમાં થતાં વરસાદનું પાણી ગુણકારી હોવાથી આ પાણીનો સંગ્રહ કરવા માટે બનાવાયેલા અંડરગ્રાઉન્ડ સંપમાં ૪૦ હજાર લિટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.
જે બારેમાસ પીવાનું શુદ્ધ પાણી પૂરૂ પાડે છે. ઉપરાંત, વૃક્ષોના ખરી ગયેલા પાન, સુકા કચરાને ગાયના ગોબર સાથે મિક્ષ કરી વર્મી કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત કરવા પોલીસ સ્ટેશનમાં જ વર્મી કમ્પોસ્ટ બેડ બનાવવામાં આવ્યો છે. નકામા મુદ્દામાલમાંથી ‘વેસ્ટમાંથી બેસ્ટ’ કોન્સેપ્ટથી આકર્ષક સુશોભન કરવામાં આવ્યું છે.
અહીં બાળકો માટે પ્લેએરિયા છે, જ્યાં પોલીસ સ્ટેશનને અડીને આવેલા પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ પરિવારના બાળકો તેમજ અહીં આવતા ફરિયાદીઓ-મુલાકાતીઓના બાળકો રમે છે, આનંદપ્રમોદ કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા વેસ્ટ મટિરિયલનો ઉપયોગ પોલીસ સ્ટેશનને ખૂબસુરત બનાવવા માટે ક્રિએટીવ રીતે કરવામાં આવ્યો છે.
નકામા ટાયરોમાંથી કુંડા, પ્લાસ્ટિક બોટલોમાંથી વૃક્ષો માટે દેશી ટપક સિંચાઈ પદ્ધતિ, આર.ઓ. વોટર દીવાલો વારલી પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવી છે. સાથોસાથ, અહીં ભગવાન શિવની મૂર્તિ અને તેના પર થતી જલધારા તાલુકાવાસીઓ માટે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે.SS1MS