Western Times News

Gujarati News

ઈકોમ એક્સપ્રેસે તેની નવી ઓળખ ‘ઈ-પાઠશાલા’ના લોન્ચિંગ સાથે કર્મચારીઓની તાલીમને પુનઃ વ્યાખ્યાયિત કરી

નાણાકીય વર્ષ 2023-24 મુજબ ભારતની એકમાત્ર પ્યોર-પ્લે બી2સી ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઈડર ઈકોમ એક્સપ્રેસ લિમિટેડ (ઈકોમ એક્સપ્રેસ) (સ્રોતઃરેડસીર)એ પરિવર્તનશીલ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ-પાઠશાલા’ રજૂ કરી છે. જે કંપનીના કર્મચારીના વિકાસને પુનઃ વ્યાખ્યાયિત કરવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. Ecom Express Redefines Workforce Training with the Launch of its New Identity E-Pathshaala

ઈકોમ એક્સપ્રેસના સતત નવા પ્રયાસોના ભાગરૂપે ઈ-પાઠશાલા’ તેના કર્મચારીઓના કૌશલ્યમાં વધારો કરવા ઉપરાંત સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સમાં કારકિર્દી બનાવવા માગતાં નવી પ્રતિભાઓ માટે પણ તકો પ્રદાન કરતા પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.

આ પહેલ કંપનીના ઓપરેશનલ માળખાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાતેના કર્મચારીઓમાં નવુ શીખવાની અને ગ્રોથ હાંસલ કરવાની સંસ્કૃતિ વિકસાવવા અને સંચાલકીય નિપુણતાને વેગ આપવાના પ્રયાસનો એક ભાગ છે.

 ઈ-પાઠશાલા’ પ્રાદેશિક ભાષામાં ગ્રાફિક વીડિયો અભ્યાસક્રમના વ્યાપક સંગ્રહની મદદથી ડિલિવરીમેનને યુનિક લર્નિંગની જરૂરિયાતો સંબોધે છે. આ અભ્યાસક્રમો ઇન્ટરેક્ટિવ અને આકર્ક છે.

જે ડિલિવરી પાર્ટનર્સને લાસ્ટ-માઈલ ડિલિવરીમાં નડતા પડકારોને દૂર કરી તેને અસરકારક બનાવવા પર્યાપ્ત જ્ઞાન અને સાધનોથી સજ્જ બનાવે છે. પ્લેટફોર્મ ડિલિવરી સેન્ટર મેનેજર્સ સુધી તેની ઑફરિંગનો વિસ્તાર કરે છેતેમને વધુ કાર્યક્ષમતા અને જવાબદારી સાથે ટીમનું નેતૃત્વ કરવામાં મદદ કરે છે.

 આ પ્લેટફોર્મમાં મહત્તમ સમાવેશન માટે પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટપ્રોફેશનલ ક્ષમતાઓમાં વધારો કરવા લર્નિંગ સર્ટિફિકેશનતાલીમાર્થીઓની શીખવાની ધગશસુધારાઓ અને સફળતા પર દેખરેખ કરવા માટે વ્યાપક ટ્રેકિંગતેમજ કોઈપણ સમયે શીખવા માટે મોબાઈલ-ફ્રેન્ડલી એક્સેસ જેવા મહત્ત્વના ફીચર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ઈ-પાઠશાલાના યુઝર ફ્રેન્ડલી ફીચર્સ ડિલિવરી ટીમને તેમની શીખવાની યાત્રાને ટ્રેક કરવા સક્ષમ બનાવે છે.

 ઈકોમ એક્સપ્રેસના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર સ્વાતિ મોરે જણાવ્યું હતું કે, ઈ-પાઠશાલા એ અમારા કર્મચારીઓના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો ઉપરાંત લોજિસ્ટિક્સમાં અર્થપૂર્ણ કારકિર્દી બનાવવા માગતાં મહત્વાકાંક્ષી વ્યક્તિઓ માટે ગેટવે પણ છે.

તેમને યોગ્ય જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરી અમે વ્યક્તિગત કામગીરીમાં સુધારો કરી શ્રેષ્ઠ કામગીરી અને ગ્રાહક સંતોષ આપવાના અમારા મિશનને વધુ મજબૂત બનાવીએ છીએ. ઓપરેશનલ અને પ્રોડક્ટ એક્સલેન્સની અમારી આંતરિક ટીમે બાહ્ય ભાગીદારો સાથે મળી સંયુક્ત રીતે આ મોડ્યુલ્સના કન્ટેન્ટ તૈયાર કર્યા છે.

 તેની શરૂઆતથીપ્લેટફોર્મ પર લગભગ 65,000 યુનિક યુઝર્સે લર્નિંગ કોર્સ ઍક્સેસ કર્યા છે. તેઓએ અત્યાર સુધીમાં પ્લેટફોર્મ પર આશરે 80000 કલાકનો સમય ફાળવી કુલ 7044 કોર્સ પૂરા કર્યા છે. તેમના કૌશલ્યોને ઓળખ પ્રદાન કરવામાં સર્ટિફિકેશન મહત્ત્વનો ભાગ ભજવે છે.

જે તેમને પ્રોત્સાહન આપવા ઉપરાંત જવાબદાર બનાવે છે. જે કંપનીની કર્મચારીઓના વિકાસ તેમજ તેની ડિલિવરી ટીમને સશક્ત બનાવવામાં વ્યૂહાત્મક રોકાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઈકોમ એક્સપ્રેસે ઈ-પાઠશાલાની પરિવર્તનશીલ સંભવિતતાઓ રજૂ કરતો પ્રોમો વીડિયો પણ લોન્ચ કર્યો હતો. પ્લેટફોર્મની ક્ષમતાઓ અને વધુ માહિતી કંપનીના લિંક્ડઈન અને ફેસબુક પેજ પરથી મેળવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.