Western Times News

Gujarati News

સંકલિત ડેરી વિકાસ યોજનાના લાભથી મહિલાને આર્થીક સધ્ધરતા મળી

પશુ ખરીદી માટે સરકારની આર્થીક સહાય સાર્થક બની: હેમલતાબેન

(ડાંગ માહિતી)ઃ આહવા, આદિવાસી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી છે. આ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૦૦-૦૮થી કરવામા આવી છે. જેમા રાજ્યના ૧૪ આદિજાતી જિલ્લાઓને આવરી લેવામા આવ્યા છે.

યોજનાના લાભ લેનાર લાભાર્થીઓ યોજનાનો સમયગાળો પુરો થાય ત્યા સુધીમા દરેક લાભાર્થીઓના પરિવાર માટે ઓછામા ઓછા ચાર પશુઓનુ એકમ ઉભુ કરવાનો છે. જેથી ડેરી ઉદ્યોગ તેઓ માટે આર્થિક રીતે પોષણક્ષમ પ્રવૃત્તિ બની રહે.

સંકલિત ડેરી વિકાસ યોજનામા ડાંગ જિલ્લાના ભિસ્યા ગામના લાભાર્થી શ્રીમતી હેમલતાબેન ગણપતભાઇ કુંવર, જેઓએ પશુ ખરીદી સહાય યોજના હેઠળ ગાય ખરીદી છે. તેઓ હવે પશુપાલનના ઉપયોગથી આર્થીક ઉપાર્જન મેળવી રહ્યા છે. પશુ ખરીદીમા સહાય પ્રાપ્ત થતા તેઓને આર્થીક સહાયતા પ્રાપ્ત થઇ છે.

શ્રીમતી હેમલતાબેન જણાવે છે કે, સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત તેઓને દુધાળા પશુ ખરીદવા, પશુ વિમો, પશુ ખાણ-દાણ, વાસણ કીટ, તાલીમ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીની કુલ ૪૫,૦૦૦ હજાર રૂપીયાની સહાય પ્રાપ્ત થઇ છે. તેઓએ સહાય મેળવીને પશુ ખરીદી કરી હતી. હાલ તેઓ પશુ પાલન કરીને આર્થીક રીતે સધ્ધર બન્યા છે.

શ્રીમતી હેમલતાબેનના ઘરે ૩ ગાયો હોવાથી તેઓ ૧૭ થી ૧૮ લિટર એક દિવસનુ દુધ ડેરીમા ભરે છે. મહિને તેઓ આશરે ૫૩૦ લિટર જેટલુ દુધ ડેરીમા ભરે છે. જેનાથી તેઓને સારી એવી આવક પ્રાપ્ત થાય છે. ધરે પશુ ધન રાખવાથી તેઓની આર્થીક પરિસ્થીતિમા સુધારો થયો છે. સંકલિત ડેરી વિકાસ યોજના તથા દુધાળા પશુ ખરીદી સહાય યોજના હેઠળ ડાંગ જિલ્લામા વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ રૂપિયા ૫૮૦.૧૩ લાખના ૧૮૮૨ લાભાર્થીઓને આવરી લેવાયા છે.

સંકલિત ડેરી વિકાસ યોજનાની આ દરમિયાનગીરીથી હવે ડેરી પ્રવૃત્તિ આદિવાસી પરિવારો માટે મુખ્ય વ્યવસાય બની રહેવા પામ્યો છે. આ યોજનાની ડેરી પ્રવૃતિઓથી આદિવાસી પરિવારની માસીક આવક સરેરાસ રૂ. ૩,૫૦૦ થી ૪,૦૦૦ થઇ છે. આમ, સંકલિત ડેરી વિકાસ યોજના લાભાર્થી પરિવારોને આર્થીક સહાયની સાથે સ્વ રોજગારીનુ પણ નિર્વાણ કરે છે. સાથે જ ડેરીના માળખાને વધુ સુદૃઢ અને સહાયક બનાવવામા મદદરૂપ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.