EDએ રિયાને છેલ્લા પાંચ વર્ષના ઇન્કમટેક્સ રીટર્ન સબમિટ કરવા કહ્યું
શુક્રવારે ઇડીએ રિયા, તેના ભાઈ શોનક ચક્રવર્તી, ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને મિરાંડાની પૂછપરછ કરી. રિયાએ પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળની પૂછપરછ દરમિયાન તે ઉદ્ધત રહી હતી અને નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો.
સુત્રોએ ઉમેર્યું હતું કે, સીબીઆઈ સુશાંત, રિયા અને આ કેસમાં નામના અન્ય લોકોનો કોલ ડિટેઇલ રેકોર્ડ પણ એકત્રિત કરી રહી છે, તે સ્થળની તપાસ માટે અભિનેતાના ફ્લેટની મુલાકાત લેશે અને આગામી દિવસોમાં આ કેસમાં અન્ય આરોપીને પૂછપરછ માટે બોલાવશે.
https://westerntimesnews.in/news/55623
જોકે, નાણાકીય તપાસ એજન્સી રિયા પાસેથી ખર્ચ, રોકાણો અને આવક અંગેની વધુ વિગતો માંગે છે જે સંપત્તિ વિશે પૂછવામાં આવતા તેના નિવેદનમાં મેળ ખાતી નથી. ઇડીએ રિયાને એજન્સીમાં છેલ્લા પાંચ વર્ષની ઇન્કમટેક્સ રીટર્નની ફાઇલો સબમિટ કરવા પણ કહ્યું છે.
ઇડી તે બંને કંપનીઓના નાણાંકીય વ્યવહારની પણ વિગતો માંગી રહી છે જેમાં તે સુશાંતની સાથે રીયા અને તેનો ભાઈ ડિરેક્ટર હતા. સુશાંત અને રિયા 14 જૂનના રોજ અભિનેતાના મૃત્યુ પહેલા એક વર્ષથી લીવ-ઇન રિલેશનશિપમાં હોવાનું કહેવાતું હતું.
સુશાંતના પિતાએ રિયા પર તેમના પુત્ર પાસેથી પૈસા લેવાનો અને તેના તબીબી અહેવાલો મીડિયા સમક્ષ જાહેર કરવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો છે. સુશાંતના પરિવારે પણ આરોપ લગાવ્યો છે કે તે તેમને તેમનાથી દૂર રાખે છે.