Western Times News

Gujarati News

EDએ કોંગ્રેસના ધારાસભ્ય ધરમ સિંહના પુત્ર સિકંદર સિંહની ધરપકડ કરી

નવી દિલ્હી, મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની માહિરા હોમ્સના ડિરેક્ટર સિકંદર સિંહ છોકરની ધરપકડ કરી હતી. સિકંદર સિંહ છોકર સામખાના કોંગ્રેસના ધારાસભ્ય ધરમ સિંહ છોકરના પુત્ર છે.

માહિરા હોમ્સના પાંચ પ્રોજેક્ટની તપાસ કરતી વખતે ઈડીએ રૂ. ૧૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસની તપાસ કરી હતી. જેમાં ઘણા લક્ઝરી વાહનો પણ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. સિકંદર ફરાર હતો. આ છેતરપિંડીમાં સિકંદર છોકર મુખ્ય આરોપી છે.

વાસ્તવમાં, માહિરા હોમ્સ પાસે ગુરુગ્રામના વિવિધ ક્ષેત્રોમાં પરવડે તેવા પ્રોજેક્ટ્‌સ છે, જેમાં સેંકડો રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. માહિરા હોમ્સે તમામ પૈસા રેરા ખાતામાં જમા કરાવ્યા અને આ પછી, માહિરા હોમ્સે નિયમોની અવગણના કરીને પ્રોજેક્ટના રેરા ખાતામાંથી મોટા ભાગના નાણાં પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી.

ઈડી અને અન્ય તપાસ એજન્સીઓ આ કેસની તપાસમાં સામેલ હતી. આ કેસમાં ઈડીએ સિકંદર છોકરની ધરપકડ કરી છે અને કેસની તપાસ શરૂ કરી છે.આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર ઈડીએ ૧૨ એપ્રિલે પોતાની ઓફિસમાં ધરમ સિંહ છોકરની કેટલાંક કલાકો સુધી પૂછપરછ કરી હતી. સિકંદર સિંહ છોકર પર એલોટીઓના નાણાંનો દુરુપયોગ અને ગેરરીતિનો આરોપ છે.

ગયા વર્ષે જુલાઈમાં ઈડીએ માહિરા ગ્રુપના ડિરેક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે ગ્રુપ અને તેના ડિરેક્ટર્સની ૩૬૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.