EDની તપાસમાં અર્પિતા મુખર્જીના નામે એક ટેક્સટાઈલ કંપની હોવાનું ખુલ્યું
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી ચાલી રહી છે, જ્યાં હવે બે રિયલ એસ્ટેટ કંપનીઓ અર્પિતા મુખર્જીના નામે ટેક્સટાઇલ કંપની હોવાનું જાણવા મળ્યું છે. EDની તપાસમાં આ વાત સામે આવી છે.
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૦૧૨માં એક જ સરનામે બે રિયલ એસ્ટેટ ફર્મ અને એક ટેક્સટાઈલ ફર્મ રજિસ્ટર થઈ હતી. ઈડ્ઢ અનુસાર, ક્લબટાઉન હાઇટ્સમાં ૮છ ફ્લેટના એક જ સરનામે ત્રણ કંપનીઓ કાર્યરત હતી.
તપાસમાં EDના અધિકારીઓના હાથમાં સનસનીખેજ માહિતી મળી હતી. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સટાઇલ કંપનીની શેર મૂડી રૂ. ૨ લાખ હતી, બીજી તરફ એક જ સરનામે કાર્યરત બે રિયલ એસ્ટેટ કંપનીઓની શેર મૂડી રૂ. ૧ લાખ હતી.
અગાઉ, પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના શાળા ભરતી કૌભાંડના કેન્દ્રમાં રહેલા ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન પાર્થ ચેટર્જીએ રવિવારે દાવો કર્યો હતો કે ઈડ્ઢના દરોડા દરમિયાન રિકવર કરાયેલા નાણાં તેમના નથી અને સમય જ કહેશે કે “ષડયંત્ર”માં કોણ સામેલ હતું
આ કેસમાં ધરપકડ કરાયેલા ચેટરજીને મેડિકલ તપાસ માટે જાેકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ વાહનમાંથી નીચે ઉતર્યા બાદ જ્યારે પત્રકારોએ તેમને આ કૌભાંડ અંગે પ્રશ્ન કર્યો તો તેમણે આ જવાબ આપ્યો. તેમની સામે કોઈએ ષડયંત્ર રચ્યું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સમય આવશે ત્યારે તમને ખબર પડશે.
બાદમાં હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી, ચેટર્જીએ ફરી એકવાર કહ્યું કે પૈસા તેમના નથી અને તેઓ ક્યારેય આવા વ્યવહારોમાં સામેલ થયા નથી. EDઅધિકારીઓના જણાવ્યા અનુસાર, ચેટરજીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીના બે એપાર્ટમેન્ટમાંથી લગભગ ૫૦ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આ સાથે સોનું પણ મળી આવ્યું છે, જેની કિંમત આંકવામાં આવી રહી છે.
આ પહેલા શુક્રવારે ચેટર્જીએ કહ્યું હતું કે તે એક ષડયંત્રનો શિકાર છે અને તૃણમૂલ કોંગ્રેસના તેમને સસ્પેન્ડ કરવાના ર્નિણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મને સસ્પેન્ડ કરવાનો ર્નિણય નિષ્પક્ષ તપાસને અસર કરી શકે છે.” એક સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા ચેટરજીએ તેમને મંત્રી પદ પરથી હટાવવાના પગલા વિશે કહ્યું હતું કે, તેમનો ર્નિણય યોગ્ય હતો.SS1MS