સુરતના ૪૮ કિલો ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ED પણ તપાસમાં જાેડાય તેવી સંભાવના
સોનુ મંગાવ્યા પછી પેમેન્ટ કઈ રીતે કરવામાં આવતું હતું તે શોધવા મથામણ
સુરત, સુરત એરપોર્ટ પર બે અઠવાડિયા પહેલા ગત ૭ જુલાઈ ના રોજ ડીઆરઆઈએ ૪૪ કિલો ગોલ્ડ સાથે ઈમીગ્રેશન પીએસઆઈ અને ત્રણ કેરિયરો સહિત કુલ ચારની ધરપકડ કરી હતી. બે દિવસ પહેલા જ ડીઆરઆઈએ ભરુચના કોંઢ ગામ ખાતે ડેપ્યુટી સરપંચને ત્યાં પણ તપાસ કરી હતી.
અત્યાર સુધી આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈને આ સમગ્ર કેસમાં ગોલ્ડના રૂપિયા હવાલા થકી વિદેશમાં મોકલવામાં આવતા હોવાની આશંકા જણાતા વધુ તપાસ માટે ઈડી પણ જાેડાય તેવી સંભાવના છે.
ડીઆરઆઈના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગત ૭ જુલાઈના રોજ ડીઆરઆઈએ એરપોર્ટ પર ત્રણ કેરિયર પાસેથી ૪૪ કિલો સોનું ઝડપી પાડયું હતું અને ત્યારબાદ બાથરૂમમાંથી પણ ૪ કિલો સોનું મળી આવ્યું હતું અત્યાર સુધીની ડીઆરઆઈની તપાસમાં દુબઈ થી સલમાન નામનો શખ્સ સોનુ મોકલતા હોવાનું આ આ સોનું મુંબઈ મોકલવા માટે હતુ તેવો ખુલાસો થયો છે.
તે સિવાય તેમાં સ્થાનિક સ્તરે ભરૂચના કોંઢના ડેપ્યુટી સરપંચની પણ સંડોવણી બહાર આવી છે. જાેકે આ સોનું કોના ત્યાં મોકલવાનું હતું તે ખુલાસો થયો ન હતો. ડીઆરઆઈએ તમામ આરોપીઓના બેંક હિસાબની ડિટેલ્સ પણ તપાસી છે વિદેશથી સોનુ મંગાવવા પછી કઈ રીતે પેમેન્ટ કરવામાં આવતુ હતુ ડીઆરઆઈની ધ્યાને તેના પર કેન્દ્રિત થઈ છે જાેકે આ સમગ્ર કેસમાં હવાલાની આશંકા જણાતા વધુ તપાસ માટે ઈડીને પણ કેસ રેફર કરવામાં આવે તેવી શકયતા છે.