Western Times News

Gujarati News

પી. ચિદમ્બરમની પૂછપરછ માટે ઇડીની ટીમ તિહાર જેલ પહોંચી

નવી દિલ્હી, INX મીડિયા કેસમાં (INX Media case) કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની (Congress Leader P. Chidambaram) પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED Enforcement Directorate) ના અધિકારીઓની ટીમ બુધવારે અહીં તિહાડ જેલ ખાતે પહોંચી હતી. પૂર્વ નાણાં પ્રધાનની પત્ની નલિની અને પુત્ર કાર્તિ ચિદમ્બરમ જેલની અંદર હાજર હતા.

ચિદમ્બરમ 21 ઓગસ્ટથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જ્યારે આઈએનએક્સ મીડિયાને તેમના નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) ની મંજૂરી આપવાના કથિત ગેરરીતિઓમાં સામેલ થવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટે મંગળવારે ઇડીને આ કેસમાં ચિદમ્બરમને પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.