ઈડીએ મુખ્યમંત્રી કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી
નવી દિલ્હી, દિલ્હી દારુ કૌભાંડ મામલામાં ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે.
ઈડીએ તેમને નોટિસ મોકલીને ૨૧ ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. ઈડીએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે ૨ ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી.
પણ એ સમયે કેજરીવાલે નોટિસને ગેરકાયદેસર જણાવીને નોટિસ પાછી ખેંચવાની માંગ કરી હતી. તેઓ ઈડી સમક્ષ હાજર થયાં નહોતાં.
ઈડીએ કેજરીવાલને આ સમન એ સમયે મોકલ્યું જ્યારે તેઓ ૧૦ દિવસ માટે વિપશ્યના માટે જઈ રહ્યાં છે. તેઓ ૧૯ ડિસેમ્બરનાં વિપશ્યના માટે રવાના થશે. કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ દરવર્ષે વિપશ્યનાનો ૧૦ દિવસનો કોર્ષ કરવા માટે જતાં હોય છે.
આ વર્ષે પણ તેઓ ૧૯થી ૩૦ ડિસેમ્બર સુધી વિપશ્યનામાં રહેવાનાં હતાં. જાે કે હવે ઈડીની નોટિસ આવ્યાં બાદ શક્ય છે કે તેઓ વિપશ્યના જવાનું ટાળશે. દિલ્હી દારૂ કૌભાંડમાં ઈડ્ઢ કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે.
જેમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે.૨૨ માર્ચ ૨૦૨૧નાં મનીષ સિસોદિયાએ નવી દારુનીતિનું એલાન કર્યું હતું.
૧૭ નવેમ્બર ૨૦૨૧નાં નવી લીકર પોલિસી એટલે કે એક્સાઈઝ પોલિસી લાગૂ કરવામાં આવી. નવી દારુનીતિ લાગૂ થતાં સરકાર દારુનાં વેપારમાં આવી ગઈ અને તમામ દારુની દુકાનો પ્રાઈવેટ હાથોમાંથી સરકી ગઈ.
નવી નીતિ લાવવા પાછળ દિલ્હી સરકારનો તર્ક હતો કે આવું કરવાથી માફિયા રાજ નાશ પામશે અને સરકારની રેવેન્યૂમાં વધારો થશે. SS3SS