ઈડીએ સતત બીજા દિવસે રોબર્ટ વાડ્રાની પાંચ કલાક પૂછપરછ કરી

નવી દિલ્હી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના ઉદ્યોગપતિ સાળા રોબર્ટ વાડ્રાની ૨૦૦૮ના હરિયાણા જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં બુધવારે સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લગભગ પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
૫૬ વર્ષીય ઉદ્યોગપતિ વાડ્રાએ ઈડીની કાર્યવાહીને રાજકીય બદલો ગણાવાની સાથે દાવો કર્યાે હતો કે દેશના લોકોને તપાસ એજન્સીઓ પર વિશ્વાસ નથી.વાડ્રા સામેની તપાસ હરિયાણાના માનેસર-શિકોહપુર (હવે સેક્ટર ૮૩) ગુરુગ્રામમાં જમીન સોદા સાથે જોડાયેલી છે.
ફેબુ્રઆારી ૨૦૦૮નો સોદો સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યાં વાડ્રા પહેલા ડિરેક્ટર હતા. તેમણે ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી શિકોહપુરમાં ૩.૫ એકર જમીન ૭.૫ કરોડ રૂપિયામાં ખરીદી હતી.
ઈડીની પૂછપરછ બાદ વાડ્રાએ દાવો કર્યાે હતો કે, તપાસ એજન્સીઓ તેમને ટાર્ગેટ કરી રહી છે, કારણ કે તેઓ ગાંધી પરિવારનો હિસ્સો છે. જો તેઓ ભાજપનો ભાગ હોત તો પરિસ્થિતિ અલગ હોત. વાડ્રાએ ઉમેર્યું હતું કે, હું લોકોનો અવાજ બની ગયો છું.
લોકો મારી સાથે છે, હું તેમની સેવા કરું છું. લોકો મને રાજકારણમાં જોવા માંગશે. જેથી ટૂંક સમયમાં રાજકારણમાં જોડાઈશ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મની લોન્ડરિંગના ત્રણ અલગ-અલગ કેસોમાં રોબર્ટ વાડરા સામે ચાર્જશીટ્સ ફાઈલ કરે તેવી શક્યતા છે.
ઈડીએ હરિયાણામાં ૨૦૦૮માં થયેલાં જમીનના સોદાના કેસમાં મંગળવારે અને બુધવારે એમ સતત બે દિવસ ૫૬ વર્ષીય બિઝનેસમેન વાડરાની પુછપરછ કરી હતી.SS1MS