કફ સિરપ ડ્રગ્સ કેસમાં ઇડીના અનેક રાજ્યોમાં દરોડા: બેની ધરપકડ

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જણાવ્યું હતું કે ઉત્તરી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન તેણે એવા બે આરોપીઓની ધરપકડ કરી છે જે નાર્કાેટિસ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા દાખલ કરવામાં આવેલ માદક પદાર્થના એક કેસમાં વોન્ટેડ હતા. દરોડા દરમિયાન બે કરોડ રૂપિયાની રોકડ અને જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે.
ઇડીએ કોડીન બેઝ્ડ કફ સિરપ (સીબીસીએસ)ના વેચાણ અને તેની ગેરકાયદે આવકમાં સંડોવાયેલા રઇસ એહમદ ભાટ અને અન્યથી સંબધિત કેસમાં જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં ૧૩ ફેબુÙઆરીએ દરોડા પાડયા હતાં. એનસીબી દ્વારા સીબીએસસીના તસ્કરીના એક કેસમાં દાખલ કરવામાં આવેલ ફરિયાદ પછી ઇડી આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
માદક દવાઓ લેવાની ટેવ ધરાવતા લોકો સીબીએસસીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. ઉધરસની દવાની બ્રાન્ડ કોકરેક્સ હિમાચલ પ્રદેશના સિરમોરમાં તેના નિર્માતા વિદિત હેલ્થકેર પાસેથી ગેરકાયદે ખરીદવામાં આવી હતી. તેનો મેનેજિંગ પાર્ટનર હરિયાણાના પાનીપતનો રહેવાસી નીરજ ભાટીયા છે.
એજન્સીએ દાવો કર્યાે છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ૨૦૧૮થી ૨૦૨૪ દરમિયાન કંસલ ઇન્ડસ્ટ્રીઝ, કંસલ ફાર્માસ્યુટિકલ્સ, એન કે ફાર્માસ્યુટિકલ્સ, નોવેટા ફાર્મા અને એસ એસ ઇન્ડસ્ટ્રીઝ વિદિત હેલ્થકેર પાસેથી કફ સિરપ ખરીદી રહી હતી અને તેને ગેરકાયદેસર રીતે વિતરિત કરી રહી હતી. એન કે ફાર્માસ્યુટીકલ્સ અને અન્ય સંસ્થાઓએ ૨૦૧૯-૨૫ની વચ્ચે વિદિત હેલ્થકેરને ૨૦ કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરીને સીબીસીએસની ૫૫ લાખ બોટલ ખરીદી હતી.