સંદીપ ઘોષ સાથે સંકળાયેલા સ્થળો પર ઈડીના દરોડા
નવી દિલ્હી, કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે જોડાયેલા આરજી કાર હોસ્પિટલ કેસમાં ઈડી અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈડીની ટીમો ઓછામાં ઓછા ૩ સ્થળો પર દરોડા પાડી રહી છે. ઈડીની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે.
હુગલીની એક જગ્યામાં આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નજીકના સંબંધીઓનું ઘર પણ સામેલ છે.૯ ઓગસ્ટની વહેલી સવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ દારૂના નશામાં ધૂત આરોપી સંજય રોય એ જ બિલ્ડીંગમાં સૂતો હતો, જેને પોલીસે પાછળથી પકડી લીધો હતો. સીબીઆઈ હાલ આ મામલે તપાસ કરી રહી છે.આ ઘટના બાદ સંજય રોયની ધરપકડ અને પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે.
આ ઘટના બાદ સંજય રોયે જે કર્યું તે પોલીસને અનેક સવાલોમાં ફસાવી દીધી છે.પૂછપરછ બાદ જે માહિતી બહાર આવી છે તે મુજબ, ઘટના બાદ સંજય રોય સીધો ચોથી બટાલિયનમાં ગયો હતો અને ત્યાં સૂઈ ગયો હતો. ૧૦ ઓગસ્ટની સવારે જ્યારે તે જાગી ગયો, ત્યારે તેણે ફરીથી દારૂ પીધો અને પાછો સૂઈ ગયો.
પોલીસને શંકા જતાં તેણે હોસ્પિટલના સેમિનાર હોલની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી. આ ફૂટેજમાં સંજય રોયની ગતિવિધિઓ સાથે અન્ય લોકોની પણ ઓળખ થઈ હતી.SS1MS