ગેહલોત સરકારના પ્રધાનના ઘરે EDએ દરોડા પાડ્યા
જયપુર, રાજસ્થાનના મધ્યાહન ભોજન કૌભાંડમાં ફસાયેલા ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ યાદવના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે લગભગ ૧૫ કલાક સુધી મંત્રીના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, તેમના પુત્રોના ફોન ED દ્વારા તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે, કોટપુતલીમાં મંત્રીના આવાસની ચાવી ન હોવાના કારણે, ઈડ્ઢએ યાદવના ઘરના કબાટના લોકર તોડી નાખ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી.
મની લોન્ડરિંગ કનેક્શનની શંકાને કારણે ઈડ્ઢ અધિકારીઓ હવે રાજેન્દ્ર યાદવના બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છે. ઈડ્ઢને શંકા છે કે રાજસ્થાનમાં ચાલી રહેલી મધ્યાહન ભોજન યોજનામાં મની લોન્ડરિંગ થયું છે. આમાં ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવનો હાથ હોઈ શકે છે.
રાજેન્દ્ર યાદવ પાસે દિલ્હી, ગુરુગ્રામ અને ઉત્તરાખંડમાં પ્લોટ છે. રાજેન્દ્ર યાદવ કોટપુતલીથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. પ્રથમ વખત મંત્રી બન્યા છે. રાજેન્દ્ર યાદવ જયપુર ગ્રામીણથી કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગૃહ રાજ્યમંત્રી યાદવની જનતા ઉપર સારી પકડ છે.
યાદવ પરિવાર પાસે શિક્ષણ, ફૂડ સપ્લાય વગેરે સંબંધિત વ્યવસાયો છે. રાજેન્દ્ર યાદવની કોટપુતલીમાં રાજસ્થાન ફ્લેક્સિબલ પેકેજિંગ ફેક્ટરી નામની કંપની પણ છે. કંપનીનું સંચાલન યાદવના પુત્ર મધુર યાદવ દ્વારા કરવામાં આવે છે. જ્યારે, રાજેન્દ્ર યાદવના ગુરુગ્રામ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ફૂડ પેકેજિંગ પ્લાન્ટ છે. જે તેમના પિતાના સમયથી છે.
કોંગ્રેસ દ્વારા ઈડીના દરોડાની ઘટનાનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસનું કહેવું છે કે બદલાની ભાવનાથી તેમના મંત્રી વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.SS1MS