Western Times News

Gujarati News

ઉદ્ધવ જૂથના ધારાસભ્ય અને તેના સાથીઓને ત્યાં ઈડીના દરોડા

મુંબઈ, મુંબઈમાં શિવસેના જૂથના નેતા અને ધારાસભ્ય અને તેના ભાગીદારો સાથે જાેડાયેલા સાત વિવિધ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડ્યા હતા.
મુંબઈમાં જાેગેશ્વરીમાં એક હોટલના નિર્માણના મામલે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવીન્દ્ર વાયકર અને તેમના સાથીઓના વિવિધ સાત સ્થળે પર ઈડીએ કાર્યવાહી કરી હતી. ઈડીએ આ કાર્યવાહી જાેગેશ્વરીમાં જમીનના ઉપયોગની શરતોમાં કથિત રીતે છેડછાડ કરીને હોટલ બનાવવાના મામલે કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડામાં વાયકર અને તેના કેટલાક સહયોગીઓ તેમજ અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર વાયકર શિવસેના (ઉદ્ધવ) જૂથમાંથી શિવસેનાના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જાેગેશ્વરી પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પહેલા ગયા વર્ષે ઈડીએ બૃહદ મુંબઈ સાથેના કરારનું ઉલ્લંઘન કરીને જાેગેશ્વરીમાં એક ભવ્ય હોટલના નિર્માણના સંબંધમાં રવિન્દ્ર વાયકર, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ નોંધ્યો હતો. વાયકર અને અન્ય પાંચ સામે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા કેસ નોંધાયો હતો. ઈડીનો મની લોન્ડરિંગ કેસ તેની જ એફઆઈઆર પર આધારિત હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.