AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ૪-૫ ઠેકાણા પર ઈડીનું સર્ચ
નવી દિલ્હી, ઈડીએ આ આપધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીમાં ચારથી પાંચ ઠેકાણા પર સર્ચ હાથ ધર્યું હતું. આપધારાસભ્ય વિરુદ્ધ ઈડીની આ કાર્યવાહી દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ભરતીમાં કથિત અનિયમિતતા સાથે સબંધિત મામલે કરવામાં આવી છે.
મની લોન્ડરિંગ મામલે આપધારાસભ્યના ચાર-પાંચ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ ઈડીએ આપધારાસભ્યના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ મામલે અમાનતુલ્લા ખાનના ત્રણ કથિત સહયોગીઓની પણ ઈડીદ્વારા નવેમ્બર મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે કે, અમાનતુલ્લા ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ગેરકાયદેસર ભરતીમાંથી નાણાં એકત્ર કરવાનો અને તેના સહયોગીઓના નામ પર સંપત્તિ ખરીદવા માટે રોકાણ કર્યું હતું. ખાસ વાત એ છે કે સીબીઆઈની એફઆઈઆરઅને દિલ્હી પોલીસની ફરિયાદો આપ ધારાસભ્ય વિરુદ્ધ ઈડીની કાર્યવાહીનો આધાર બની છે.
આ ઉપરાંત દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવી હતી. તેમના પર દિલ્હી સરકારની અનુદાન સહિત બોર્ડ ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. વર્ષ ૨૦૧૮-૨૦૨૨ વચ્ચે આ અપરાધને અંજામ આપવામાં આવ્યો છે SS2SS