ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઈડીનું તેડું
નવીદિલ્હી, તપાસ એજન્સી ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને અવૈધ ખનનના મામલે સમન પાઠવ્યું છે. ઈડીએ સોરેનને ગુરૂવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. ઇડીએ ઝારખંડમાં કથિત માઇનિંગ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
સીએમ હેમંત સોરેનના નજીકના સાથી પંકજ મિશ્રાની ED દ્વારા ૧૯ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. EDને પંકજ મિશ્રા પાસેથી સોરેનની પાસબુક અને ચેકબુક મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ઇડી ઝારખંડમાં કથિત માઇનિંગ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. પંકજ મિશ્રાની ઈડીએ ૧૯ જુલાઈએ પીએમએલએ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. આ કેસમાં મિશ્રા ઉપરાંત બચ્ચુ યાદવ અને પ્રેમ પ્રકાશને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. બંનેની ૪ અને ૫ ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ઈડીએ ૨૪ ઓગસ્ટે પ્રેમ પ્રકાશના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને ઝારખંડ પોલીસની બે AK-૪૭ રાઈફલ પણ મળી હતી. ઈડીએ અગાઉ પીએમએલએ એક્ટ, ૨૦૦૨ હેઠળ હેમંત સોરેનના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રા, ડાહુ યાદવ અને તેમના સહયોગીઓના ૩૭ બેંક ખાતાઓમાં ૧૧.૮૮ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. અગાઉ, ઇડીએ સાહિબગંજ, બરહૈત, રાજમહેલ, મિર્ઝા ચોકી અને બરહરવામાં ૧૯ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.HS1MS