ઈડીની ટીમ હેમંત સોરેનની પૂછપરછ માટે દિલ્હીના નિવાસે ત્રાટકી
નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમ મની લોન્ડરિંગ મામલે તપાસ કરવા સોમવારે સવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી નિવાસે પહોંચી ગઇ હતી.
ઈડીના અધિકારીઓ હવે સીએમ સોરેનની પૂછપરછ કરી હતી. અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ ૨૦ જાન્યુઆરીએ મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના નિવાસે નોંધ્યું હતું. તેના પછી ફરી સમન્સ મોકલાયું હતું કેમ કે તે દિવસે પૂછપરછ થઇ શકી નહોતી.
એજન્સીનો દાવો છે કે આ તપાસ ઝારખંડમા માફિયા દ્વારા જમીનની માલિકીમાં ગેરકાયદે રીતે હેરફેર કરવામાં સામેલ એક મોટી ગેંગ સાથે સંકળાયેલો છે. અગાઉ ઈડીએ જમીન ડીલ કૌભાંડમાં ૨૯ થી ૩૧ જાન્યુઆરી વચ્ચે હેમંત સોરેન પાસે પૂછપરછનો સમય માગ્યો હતો.
ઈડીએ આ મામલે અત્યાર સુધી ૧૪ લોકોની ધરપકડ કરી હતી જેમાં ૨૦૧૧ બેચના આઈએએસ અધિકારી છવિ રંજન પણ સામેલ છે. તે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના નિર્દેશક તથા રાંચીના ડેપ્યુટી કમિશનર તરીકે કાર્યરત હતી. SS2SS