ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

(એજન્સી)અમદાવાદ, સીંગતેલના ભાવમાં ૩૦ રૂપિયા નો વધારો થયો છે જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં કુલ ૯૦ રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલનો ડબ્બો ૨૯૧૦-૨૯૬૦ પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂ ૧૫નો વધારો થતા કપાસિયા તેલનો ડબ્બો ૧૮૪૦-૧૮૯૦ પહોંચ્યો છે અને
પામોલીન તેલના ભાવમાં રૂ. ૧૫ વધતા ડબ્બો ૧૬૦૦-૧૬૦૫ પહોંચ્યો છે અને સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવમાં રૂ. ૧૦નો વધારો થતા રૂ. ૧૮૨૦-૧૮૪૦ ડબ્બાનો ભાવ થયો છે.
સીંગતેલના ભાવ વધારાને લઈને વેપારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે આ સીઝનમાં મગફળીનું ઉત્પાદન ઓછું થયું હોવાને લીધે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધારો વધુ જાેવા મળશે ઉપરાંત હાલમાં માવઠાને લીધે મોટાભાગના યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે તેના લીધે મગફળીની આવક પણ ઓછી છે.
આ બધા પરિબળને લીધે સીંગતેલના ભાવમાં વધારો થયો છે છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૯૦ રૂપિયાનો વધારો થયો છે સીંગતેલના ભાવ વધારાને લીધે ધંધામાં પણ ૩૦ ટકા અસર જાેવા મળી છે આવનારા દિવસોમાં સીંગતેલના ડબ્બા નો ભાવ ? ૩૨૦૦ ની સપાટી વટાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
સામાન્ય રીતે મોટાભાગના લોકો દિવાળી બાદ મગફળીની સારી આવક થતી હોવાને લીધે ભાવ પણ ઓછા હોય છે જેથી આ સમયગાળામાં આખા વર્ષ માટેના તેલની ખરીદી કરતા હોય છે. પરંતુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૫૦૦ જેટલો ભાવ વધારો છે
સાથોસાથ આ સમયગાળામાં લોકો આખા વર્ષના ઘઉં તેમજ મરી મસાલાની પણ ખરીદી કરતા હોય છે પરંતુ સીંગતેલમાં સતત વધતા જતા ભાવને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સાથોસાથ ઘઉં તેમજ મરી મસાલામાં પણ ૩૦ટકા જેવો ભાવ વધારો જાેવા મળ્યો છે.
ખાદ્ય તેલ, મરી મસાલા, ઘઉં સહિતની આખા વર્ષ માટેની વસ્તુની ખરીદી આ સમયગાળામાં કરવામાં આવતી હોય છે પરંતુ આ તમામ વસ્તુમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૦ ટકા જેવો ભાવ વધારો થતાં ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓએ ખરીદીમાં ૫૦% જેટલો કાપ મૂકી દીધો છે મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે તે બજેટમાં ઘર ચલાવવું ગૃહિણીઓને ખૂબ જ મુશ્કેલ પડી ગયું છે.